ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રશિયાથી ખરીદ્યું આટલા કરોડ બેરલ તેલ.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઓછામાં ઓછા 1.5 કરોડ બેરલ રશિયન તેલનો ઓર્ડર કર્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ તેમને ટ્રેડ અધિકારીઓ પાસેથી જાણકારી મળી છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જૂન ત્રિમાસિક માટે દર મહિને એવરેજ 50 લાખ બેરલ તેલની ખરીદી કરી છે.અને યુક્રેન યુદ્ધ પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય ભારતીય ઓઇલ રિફાઇનર હાઇ પરિવહન ખર્ચના કારણે કદાચ જ રશિયન તેલ ખરીદતા હતા

યુક્રેન પર આક્રમણ બાદ રશિયા વિરુદ્ધ પશ્ચિમી પ્રતિબંધોએ ઘણા તેલ આયાતકોને રશિયા સાથે વેપાર કરતા દૂર રહેવા માટે પ્રેરિત કર્યા. તેનાથી રશિયન કાચા તેલની કિંમતોમાં રેકોર્ડ ડિસ્કાઉન્ટ લેવલ પર આવી ગઈ. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો આયાતક અને ઉપભોક્તા છે. ભારતીય રિફાઇનર્સે સસ્તામાં બેરલ્સને ખરીદ્યા છે કેમ કે દેશમાં તેલની કિંમતો ખૂબ ઊંચી ચાલી રહી છે.અને ભારત પોતાની રોજીંદી 50 લાખ બેરલ તેલની જરૂરિયાતનો લગભગ 85 ટકા આયાત કરે છે.

જોકે ભારતે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામનું આહ્વાન કર્યું છે પરંતુ તેણે સ્પષ્ટ રૂપે રશિયાની કાર્યવાહી પર નિંદા કરી નથી. ભારતે આક્રમણ પર સંયુક્ત રાષ્ટ્રના ઘણા પ્રસ્તાવો પર વોટિંગથી દૂરી બનાવી છે. Refinitivનો ટેન્કર ફ્લો ડેટા પશ્ચિમી ભારતમાં રિલાયન્સ દ્વારા સંચાલિત સિક્કા બંદરગાહ પર લગભગ 80 લાખ બેરલ રશિયન તેલ, મુખ્ય રૂપે યૂરલ્સની પુરવઠો દર્શાવે છે જેનું અરાઇવલ 5 એપ્રિલથી 9 મે વચ્ચે છે.અને તેમાંથી મોટા ભાગના બેરલ્સનો પુરવઠો રશિયન વેપારી લિટાસ્કો દ્વારા કરવામાં આવી છે જેમ કે Refinitiv ડેટા દેખાડે છે.

ટ્રેડર્સનું કહેવું છે કે રિલાયન્સ, રશિયન તેલની ડિલિવરીના આધાર પર ખરીદી રહી છે. Refinitiv ડેટાથી ખબર પડે છે કે રિલાયન્સને મેની શરૂઆતમાં રશિયાના ESPO તેલનું પહેલું પાર્સલ પ્રાપ્ત થવાનું છે.અને આ ગ્રેડ મોટા ભાગે ચીનને સપ્લાઈ કરવામાં આવે છે. અબજપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમી ભારતના જામનગર પરિસરમાં બે રિફાયનરીઝનું સંચાલન કરે છે જે રોજ લગભગ 14 લાખ બેરલ પ્રતિ દિવસ (BPD) તેલની પ્રોસેસિંગ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.