ડેરી પ્રોડકટ બનાવવાવાળી કંપની અમૂલ સાથે બિઝનેસ કરવાનો આ સારો મોકો છે. અમૂલ નવા વર્ષમાં પણ ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. નાના રોકાણમાં દર મહિને નિયમિત કમાણી કરી શકાય છે.
તમે બે લાખથી લઈ 6 લાખ રૂપિયા ખર્ચી પોતાનો બિઝનેસ શરુ કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં જ સારું પ્રોફિક કમાઈ શકો છો. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને લગભગ 5થી 10 લાખ રૂપિયાનું વેચાણ થઈ શકે છે. જોકે, આ જગ્યા પર નિર્ભર કરે છે.
અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઇઝી ઓફર કરી રહ્યું છે. પહેલાં અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર અથવા કિયોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી. જો તમે પહેલાવાળી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરો છો તો 2 લાખ રૂપિયા રોકાણ કરવું પડશે. જો બીજી ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માંગો છો તો 5 લાખનું રોકાણ કરવું પડશે.
એમાં એક મિલ્ક પાઉચ પર 2.5%, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10% અને આઈસ્ક્રીમ પર 20% કમિશન મળે છે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસિપી બેસ્ડ આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવીચ, હોટ ચોકલેટ ડ્રિન્ક પર 50% કમિશન મળે છે.
સાથે જ અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝીમાં ઓછામાં ઓછા 300 વર્ગ ફૂટની જગ્યાની જરૂર પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.