વડોદરામાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ , ૦૭ યુવતી સહિત ગ્રાહકો ઝડપાયાં..

વડોદરા શહેરનાં વાધોડિયા (VADHODIA) વિસ્તારમાં સનરાઈઝ કોમ્પલેક્ષ (SUNRISE COMPLEX) આવેલું છે. તે કોમ્પલેક્ષમાં રીટા (RITA) નામની મહિલા (WOMEN) કુટણખાનું (BROTHEL) ચલાવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે (POLICE) બાતમીના આધારે આ જગ્યા પર છાપો મારતા ચોંકી ઉઠી હતી.ધટના સ્થળ પરથી ૭ યુવતી (YOUNG LADY) અને ત્રણ ગ્રાહકો મળી આવ્યાં હતાં. પોલીસે તમામની અટકાયત કરીને સમગ્ર ધટનાની તપાસ પાણીગેટ પોલસને સોંપી હતી.

પોલીસ તપાસ દરમિયાન કેટલીક એવી વિગતો બહાર આવી છે કે પોલીસ પણ ચોંકી ઉઠી છે. કુટણખાનામાં ઝડપાયેલી કેટલીક લલના સગીર વયની છે અને જે હાલ ફકત ૧૨ થી ૧૩ વર્ષની જ વયની છે. પરંતુ વાત એ છે કે તેમનાં માતા પિતા દ્નારા જ તેમને આ દેહ વ્યાપારનાં ધંધામાં ધકેલમાં આવી છે.

https://www.youtube.com/watch?v=EaXX5VWozhI

સગીર વયની યુવતી પાસે દેહ વ્યાપાર કરાવતાં ૪ દલાલો ની પોકસો સહિતની કલમ હેઠળ ગુનોં નોંધી ધરપકડ કરી છે.

ગ્રાહકોની પસંદગી ઓનલાઈન કરાતી હતી..

ઈ ડિવિઝનનાં ACP એસ.જી પાટીલે કહ્યું કે કુટણખાના જવા માટે ગ્રાહકોનું સિલેકશન ઓનલાઈન કરાવવામાં આવતું હતું. યુવતીઓ કયાંથી લાવવામાં આવી છે , કયારથી આ કુટણખાનું ચાલતું હતું તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.