રાજ્યમાં અવાર નવાર બુટલેગરોને લઈને સમાચાર પત્રોમાં અહેવાલો આવતા રહેતા હોય છે. ત્યારે તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોવાની એક ફરિયાદ તાપી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનામાં બુટલેગરોએ રેડ કરવા ગયેલા એક બુટલેગરને જીવતો સળગાવ્યો હતો. બુટલેગરોએ પેટ્રોલ છાંટી ગાડીને પણ સળગાવી હતી. પરંતુ સદ્દનસીબે કોન્સ્ટેબલનો જીવ બચી ગયો હતો અને ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, તાપી જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે સોનગઢના મચાલીમાં એક ગેરકાયદેસર રીતે ચાલી રહેલા દારૂના બુટલેગરના ત્યાં બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલની સાથે ડીવાયએસપીની ટીમ ગઈ હતી. બુટલેગરના ત્યાં ડીવાયએસપીની ટીમ આવેલી જોઈને તેઓ ભડક્યા હતા અને બુટલેગરોએ પેટ્રોલ છાંટી ગાડી સાથે કોન્સ્ટેબલને સળગાવ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલનું નામ પોકો પ્રભાત લક્ષ્મણભાઈ બારીયા હોવાનું જાણવા મળે છે.
સોનગઢના મચાલીમાં બુટલેગર મૂળજી સેમડિયાએ પોલીસ કોન્સ્ટેબલ પોકો પ્રભાત લક્ષ્મણભાઈ બારીયા પર પેટ્રોલ છાંટીને ગાડી સહિત સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે વેગન આર ગાડી લઇને પંચો સાથે પોલીસ કોન્સ્ટેબલ પોકો પ્રભાત લક્ષ્મણભાઈ બારીયા રેડ કરવા ગયા હતા. આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તાપી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તેની કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.