Kia Motors એ ભારતમાં પોતાની Seltos SUV અને કાર્નિવલ MVPના વેરિયન્ટ્સમાં ફેરફાર કર્યો છે અને કંપનીએ Seltosના મોડ વેરિયન્ટ HTK+ ડીઝલ-ઓટોમેટીક અને કાર્નિવલના બેઝ વેરિયન્ટને પ્રિમીયમ 7 સીટરને બંધ કરી દીધું છે અને કંપનીએ હાલમાં આના પાછળના કારણની ઓફિશિયલ રીતે સ્પષ્ટતા કરી નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે આ વેરિયન્ટ્સની ઓછી ડિમાન્ડના કારણે જ આ કરવામાં આવ્યું છે, કંપનીએ ડીલરથી આ વેરિયન્ટની બુકિંગ લેવાનું પણ બંધ કરી દીધું છે.
જ્યાં Kia Seltos HTK+ ડીઝલ ઓટોમેટીક વેરિયન્ટની કિંમત 14.25 લાખ રૂપિયા હતી અને તે જ કંપની Kia Carnival Premium 7 સીટર વેરિયન્ટને 25.49 લાખમાં વેચી રહી છે Seltosનું આ વેરિયન્ટ બંધ થયા પછી, હવે SUVનું ડીઝલ ઓટોમેટીક એચટી લાઈનમાં ઉપલબ્ધ નથી.
જે ગ્રાહક Seltosનો ડીઝલ ઓટોમેટીક ખરીદવા ઈચ્છે છે, તેમણે હવે GTX+ ઓટોમેટીક લેવું પડશે, જેની કિંમત 17.95 લાખ રૂપિયા છે. આ HTK+ વેરિયન્ટથી 3.7 લાખ રૂપિયા મોંઘુ છે.તેમજ Seltosમાં પણ હવે નવો બેઝ વેરિયન્ટ Prestige 7-Seater બની ગયું છે અને જેની કિંમત 29.99 લાખ રૂપિયા છે, જે બંધ કરવામાં આવેલા વેરિયન્ટથી 4.5 લાખ રૂપિયા મોંઘુ છે.
Seltosનું HTK+ ડીઝલ-ઓટો વેરિયન્ટ 1.5 લીટર એન્જિન (115PS/250Nm)ની સાથે આવ્યું હતું અને જે 6 સ્પીડ ટાર્ક કન્વર્ટરની સાથે આવે છે. HTK+ ટ્રીમના ફિચર્સની વાત કરવામાં આવે તો તેમાં 16 ઇંચના અલોય વ્હીલ, 8 ઇંચનું ટચસ્ક્રીન બટન અને પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ પણ શામેલ છે.
તેમજ કાર્નિવલ એકમાત્ર 2.2 લીટર ડીઝલ એન્જિન (200PS/440Nm)ની સાથે ઉપલબ્ધ છે અને જે 8 સ્પીડ ઓટોમેટીક ગિયરબોક્સની સાથે છે. કિઆની લગ્ઝરી MPVના બંધ કરવામાં આવેલ પ્રીમિયમ ટ્રીમમાં 3 ઝોન કલાઈમેન્ટ કંટ્રોલ, 18 ઇંચના અલોય વ્હીલ, 8 ઇંચના ટચસ્ક્રીન ઇન્ફોટેમેન્ટ સિસ્ટમ અને એક રિયરવ્યુ કેમેરા જેવા ફિચર્સ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.