કર્ણાટકમાં ભાજપ સરકાર સામે અત્યારે સુધી વિપક્ષે જ મોર્ચો ખોલ્યો હતો, પરંતુ હવે પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના 2 ધારાસભ્યો પણ પોતાની જ સરકારના ગૃહમં ત્રીનને હટાવવા માટે મેદાને પડ્યા છે.અને ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે ગૃહ મંત્રી શાંત સ્વભાવના છે એટલે ન ચાલે.
કર્ણાટકમાંથી સતત વિવાદાસ્પદ ઘટનાઓ સામે આવી રહી છે. હિજાબ, હલાલ મીટ વિવાદ બાદ મંદિરોની બહાર મુસ્લિમ વેપારીઓ પર હુમલાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ અંગે ભાજપના ધારાસભ્યએ ગૃહમંત્રી પર આરોપ લગાવ્યો છે કે તેઓ રાજ્યમાં ગુનાખોરી પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.અને પોતાની જ સરકારના ગૃહ મંત્રીની કામગીરીથી ભાજપના ધારાસભ્ય નારાજ થયા છે અને તેમને હટાવવાની માંગ કરી છે.
ભાજપના ધારાસભ્ય બસનગૌડાપાટીલ યતનાલે રાજ્યના ગૃહ અરાગા જ્ઞાનેન્દ્રને હટાવવાની માંહ કરી છે. યતનાલે કહ્યું કે,ગૃહમંત્રી શાંત મગજના માણસ છે. આ માનસિકતા સાથે તમે ગૃહમંત્રી ન બની શકો. ધારાસભ્યએ કહ્યું કે હું CM બોમ્મઇને કહેવા માંગુ છું કે તેમની પાસેથી ગૃહ મંત્રાલયની જવાબદારી લઇ લેવામાં આવે અને તેમને મહેસૂલ અથવા PWD મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવે.અને ધારાસભ્યએ કહ્યું કે મને આશા છે કે અમારી હાઈકમાન્ડ રાજ્ય કારોબારી સમિતિ પછી પગલાં લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.