ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા, સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસીવીર નામના ઇન્જેક્શનનું, કરવામાં આવ્યું હતું વિતરણ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના ગંભીર દર્દીઓને સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું એવું રેમડેસીવીર નામના ઇન્જેક્શનની માર્કેટમાં અછત છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના ભાજપ કાર્યાલય પરથી રેમડેસીવીર નામના ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સી.આર. પાટીલે કોંગ્રેસને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, લોકોના જીવ બચાવવા માટે કાયદેસર રીતે ઇન્જેક્શન મેળવવામાં આવ્યા છે અને લોકોને આપવામાં આવ્યા છે. કોંગ્રેસ ખોટી ધમકીઓ આપવાનું બંધ કરે કારણ કે, અમે પ્લેગ વખતે પણ ટ્રેટાસાઈકલોન નામના ઇન્જેક્શનના પડીકાની દવા બનાવીને લોકોને આપી હતી.

ભાજપ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સી.આર.પાટીલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત સી.આર.પાટીલ રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને તેમને ઇન્જેક્શન કોણે આપ્યા તે બાબતે ગંભીર આક્ષેપો કર્યા હતા.

સોમવારે ૨૪ કલાકમાં રાજ્યમાં 6021 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને 55 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4855 લોકોના મોત થયા છે. બીજી તરફ સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે રાજ્યમાં કોરોનાની દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.