ગુજરાતમાં હાલ કોરોનાકાળમાં પેટાચૂંટણી યોજાઈ છે ચૂંટણી એટલે નેતાઓના પક્ષ પલ્ટાની મૌસમ। આ મૌસમ આવી છે ત્યારે રાજ્યમાં ચૂંટણી સમયે ફરી નેતાઓનું પક્ષાંતરણ જોવા મળી રહ્યું છે. જેમાં ધંધૂકાના પૂર્વ MLA લાલજી મેરની પેટાચૂંટણીમાં ઘર વાપસી થઇ છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી સમાજનું પ્રભુત્વ છે. ઉપરાંત કોળી મતદારો પણ વધારે છે. લીંબડી બેઠક પર પણ કોળી સમાજના મતદારો વધારે છે. ત્યારે કોળી સમાજમાં પોતાનું પ્રભુત્વ ધરાવતા લાલજી મેરને ભાજપમાં સમાવીને લીંબડી બેઠક પર મત મેળવી શકાય એ માટે તેમને પક્ષમાં લેવામાં આવ્યા છે.
લાલજી મેર 2009માં ભાજપની ટિકિટ ઉપર સુરેન્દ્રનગર સીટ પર લોકસભાની ચૂંટણી લડ્યા હતા, તેમની સામે કોંગ્રેસના સોમા ગાંડાનો વિજય થયો હતો. ત્યારબાદ લાલજી મેર 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. તેઓ ભાજપમાં 2017 સુધી રહ્યા હતા પરંતુ 2017માં તેમને વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતાં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને 2018માં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. આ સમયે 2019માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે આજે પોતાની વાતથી પલટી મારી હતી અને કોંગ્રેસના એકપણ આગેવાનને ભાજપમાં નહીં લેવાની મારેલી શેખીમાંથી ફરી ગયા હતા. આ પેટાચૂંટણી દરમિયાન ભાજપે કોંગ્રેસના અનેક નાના – મોટા આગેવાન કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી દીધો છે જેમાં આજે વધુ એક પૂર્વ ધારાસભ્ય – કોંગ્રેસના આગેવાન અને કોળી સમાજના નેતા લાલજી મેરને ભાજપમાં પ્રવેશ આપી સી.આર.પાટીલ પોતાના જ નિવેદન પરથી ફરી અભી બોલા અભી ફોક જેવું કામ કર્યું છે
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બનતાંની સાથે જ સુરત શહેરમાં યોજાયેલી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ દરમિયાન પાટીલે કૉંગ્રેસના કાર્યકરો માટે ભાજપમાં હવે “નો એન્ટ્રી” હોવાનું કહ્યું હતું. તેમણે સંબોધન કરતી વખતે જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ ભાજપમાં જોડાય અથવા આપણે તેમને જોડવા પડે પછી આપણે ચૂંટણી જીતીએ તેવા સંજોગો ન ચલાવી લેવાય. ભાજપનો કાર્યકર્તા પોતાની તાકાત પર લડે અને ભવ્ય જીત પ્રાપ્ત કરે એ જ આપણી આવડત છે. એના માટે આપણે કોઇની મદદ લેવાની જરૂર નથી. આમ કહીને પાટીલે હવે પછી કૉંગ્રેસ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાનો સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પણ તેમણે સોમનાથમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસના કોઈ તકસાધુ નેતાની ભાજપને જરૂર નથી એવી જ રીતે અનેકો કાયઁક્રમમાં કોગ્રૈંસના લોકોને ભાજપમાં હવે પ્રવેશ નહિ અપાય જેવી હોશીયારી તો મારી લીઘી પણ પાટીલ પોતાના જ હસ્તે રોજ-રોજ કોગ્રૈ્સના લોકોને ભાજપમાં લેવાનો એક પણ ચુક્યા નથી ને પોતે જે વાતો કરી મોટી ડંફાસો મારી તેમાંનુ કઇ સાથઁક કે સાબીત કરી શક્યા નથી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.