સી. આર. પાટીલે, ગુરૂવારે 476 ઉમેદવારો જાહેર કરતા પહેલા, જાહેર કર્યું હતું કે…..

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગુરૂવારે છ મ્યુનિસિપિલ કોર્પોરેશન માટે ૪૭૬ ઉમેદવારો જાહેર કરતા પહેલા જેમની ટિકિટ કપાઈ છે તેમને નવી પેઢીને તૈયાર કરવા વિશેષ જવાબદારી સોંપાશે તેમ જાહેર કર્યુ હતુ.

૬૦ વર્ષ પૂર્ણ કરનારા, ત્રણ ટર્મથી ચૂંટાતા અને હોદ્દેદારોના સગા- સબંધીઓને ટિકિટ નહિ આપવાનો નિર્ણયની અસર આવનારી વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને તબક્કે થશે કે કેમ ? જવાબમાં પાટીલે ” પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે નીતિ- નિયમો ઘડે છે.

પાટીલે કહ્યુ કે, સંગઠનમાં પદાધિકારીને ટિકિટ જોઈતી હોય તો તેમણે પહેલા એ હોદ્દા પરથી રાજીનામું આપે પછી જ નિર્ણય લેવાશે. ખાલી પડેલો હોદ્દો પણ તત્કાળ અસરથી ભરી દેવાશે અને ત્યાં ફરીવાર રાજીનામું આપનારની નિમણૂંક નહી થાય. આ માપદંડો ૧.૧૪ કરોડ સભ્યો ધરાવતા ગુજરાત ભાજપ માટે સમયની જરૂરીયાત છે. સમય મર્યાદા નક્કી નહિ થાય તો યુવાનોને તક નહિ મળે, માટે જગ્યા થવી જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.