ભાજપના બુધવારે જિલ્લાદીઠ સંસ્થા અનુસાર 8474 ઉમેદવારોની યાદીઓ જાહેર કરશે. તેવામાં આજે ભાજપના ઉમેદવારનાં લિસ્ટની જાહેરાત પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (C.R. Patil) પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.
સીઆર પાટીલે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દરેક સીટ માટે 3ની પેનલ બનાવવામાં આવી હતી. અને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આ બેનલો લઈને આવવામાં આવી હતી. જે બાદ બોર્ડમાં ઉમેદવારોનું લિસ્ટ નક્કી કરી દેવામાં આવ્યું છે. સીનિયર કાર્યકર્તાઓ, યુવાનો અને બહેનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
એક સીટ માટે 20થી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માગી હતી. અંદાજ 2 લાખ કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને મહાનગર પાલિકાના 3 માપદંડ સગા, 3 ટર્મથી વધુ, અને 60 વર્ષથી વધુનાને ટિકિટ આપવામાં આવી નથી. આ ઉપરાંત પાટીલે કહ્યું કે ટિકિટ ન આપી તેમની માફી પણ માગી.
જેમાં અધિકાંશ ફોર્મ કોંગ્રેસ અને અન્યપક્ષો તરફથી રજૂ થયા છે. બુધવારે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ ગ્રામ્ય અને અર્ધશહેરી ક્ષેત્રોમાં ચૂંટણીનો માહોલ જામશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.