મહેસાણા જિલ્લામાં સેટેલાઈટ સર્વે કરવાના કારણે કૃષિ ક્ષેત્રોનાં માપ બદલાઈ ગયાં છે, સર્વે નંબરોમાં પણ ખામીઓ સર્જાઈ છે અને ક્ષેત્રફળના વિવાદ પણ વકરી રહ્યા છે. એક મહિના અગાઉ મહેસાણા જિલ્લાના ૧૯,પ૦૦ કરતાં વધુ ખેડૂતોની આ સમસ્યાઓ અંગેની વાંધા અરજીઓ મહેસાણા ડીઆઈએલઆર કચેરીને મળી છે. રપ સર્વેયરોની ટીમ આ વાંધા અરજીઓના આધારે પુનઃ સર્વે કરી રહી છે.અને આ મહિના દરમિયાન માંડ ૧,૩૪૦ જેટલા વાંધાઓને સંતોષજનક રીતે ઉકેલવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાકવાડ સરકારે શંકુઝ અને ચેઈનથી કરેલા સર્વેમાં કોઈ ખામીઓ રહી ન હતી. પરંતુ, સેટેલાઈટ સર્વેમાં મહેસાણા જિલ્લામાં હજારો ખામીઓ જોવા મળી છે. સુધારા કરવા માટે ખેડૂતોએ વાંધા અરજીઓ આપવી પડી રહી છે. રપ સર્વેચરોની ટીમ વાંધા અરજીઓના નિકાલ માટે કામે લાગી છે તેવા સંજોગોમાં હજુ પણ વધુ વાંધા અરજીઓ મળી રહી છે. અને સત્તાધીશોનાં આવાં ગતકડાંથી ખેડૂતોને ભગવાન પણ બચાવી શકે તેમ નથી.
બ્રિટીશ સરકારે ગુજરાતમાં ૧૯૧૭ દરમિયાન શંકુઝ અને ચેઈન જેવાં સામાન્ય સાધનોથી કૃષિ ક્ષેત્રોનો સર્વે કર્યો હતો. અને આ સર્વે બાદ તૈયાર કરવામાં આવેલા માલિકી હક્કો, ૭-૧ર અને ૮-અના ઉતારાનો કોઈ ખેડૂતો કયારેય વિરોધ કર્યો ન હતો. પરંતુ, દોઢ ડહાપણ વાપરી કરાયેલા સેટેલાઈટ સર્વેના કારણે ફિટકાર વરસી રહ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.