સાંથલ પોલીસ મથકનો ખૂનની કોશિશ અને ગુજસીટોકના ગુનામાં નાસતો ફરતો આરોપી રવિવારે મહેસાણા LCBના હાથે ઝડપાઈ ગયો હતો.અને આ ગુનામાં સાત આરોપી અગાઉ ઝડપાઈ ચુક્યા છે તો ત્રણ આરોપી નાસતા ફરતા હોય તે પૈકીનો એક આરોપી ઝડપી સાંથલ પોલીસ મથકે સોંપવા સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
મહેસાણા LCBને રવિવારે બાતમી મળી હતી કે સાંથલ પોલીસ મથકે નોંધાયેલ ખૂનની કોશિશ અને ગુજસીટોકનો આરોપી જોટાણાના કટોસણ ગામમાં છે અને તે ગામમાં કચેરી ખાતે હાજર છે અને ઉક્ત બાતમી આધારે LCBએ ખાનગી વાહનમાં કટોસણ પહોચી બાતમી વાળી જગ્યાને કોર્ડન કરીને આરોપી વિક્રમસિંહ હરિસિંહ ઝાલા રહે. કટોસણવાળાને ઝડપી લઇ સાંથલ પોલીસ મથકે આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.