હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ રાજ્યમાં કોની સરકાર બનશે, તેની લઇને પોલ આવવાના શરૂ થઇ ગયા છે. C-VOTERએ એક સરવે કર્યો હતો, જેમાં બંને રાજ્યના લગભગ 30000 લોકો સાથે વાત કરીને એક અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, હરિયાણા અને મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે.
C-VOTERના સરવે મુજબ મહારાષ્ટ્રમાં 48.8% લોકોનું માનવું છે કે, રાજ્યમાં BJPની સરકાર બનશે, જ્યારે 11.3% લોકોનું માનવું છે કે NCPની સરકાર બનશે અને 10.6% લોકોનું માનવું છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે. C-VOTERના સરવે મુજબ BJP-શિવસેનાના નેતૃત્વને 47.3% મતો મળશે, જ્યારે NCP-કોંગ્રેસના ગઠબંધનને 38.5% મત મળી શકે છે.
સીટોની વાત કરીએ તો NDAને કુલ 288માથી 182થી 206 સીટો વચ્ચે મળી શકે છે, જ્યારે UPAને 72થી 98 સીટો મળી શકે છે.
હરિયાણામાં પણ 59.8% લોકોને લાગે છે કે, રાજ્યમાં BJPની સરકાર બનશે. 15.8% લોકોને લાગે છે કે આગામી સરકાર કોંગ્રેસની બનશે. સીટોની વાત કરીએ તો C-VOTERના સરવે મુજબ હરિયાણામાં 90 વિધાનસભા સીટોમાંથી BJPને 79-87 સીટો મળી શકે છે, જ્યારે UPAને 1-7 સીટો મળી શકે છે.જેવુ અનુમાન સી-વોટર ના સરવે દરમ્યાન સેવાઇ રહ્યુ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.