જયશંકરે ઈંડિયા ટુડે કોન્ક્લેવ 2024માં સીએએને લઈને સવાલ પર કહ્યું કે, જુઓ, હું તેમના લોકતંત્રની ટીકા અથવા અન્ય વસ્તુઓ અથવા તેમના સિદ્ધાંતો અથવા તેના અભાવ પર સવાલ નથી ઉઠાવી રહ્યો.
નવી દિલ્હી: અમેરિકા સહિત દુનિયાના કેટલાય દેશોમાં નાગરિકતા સંશોધન કાનૂન (CAA) ને લઈને થઈ રહેલી ટીકાની વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કહી દીધું છે કે, આ કાનૂનને વિભાજનના સંદ્રભમાં જોવાનું મહત્વનું છે. તેનીસ સાથે જ તેમણે રેખાંકિત કર્યું કે, એવા કેટલાય ઉદાહરણ છે. જ્યારે કોઈ દેશોએ નાગરિકતા આપવાની પ્રક્રિયાને ત્વરિત કર્યું. હકીકતમાં જોઈએ તો, અમેરિકાએ ભારતમાં સીએએ લાગૂ થવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, તે તેને લઈને ચિંતિત છે અને તેને લાગૂ કરવા પર નજીકથી નજર રાખી રહ્યા છે. તો વળી વિદેશ મંત્રી એસ જયશંકરને જ્યારે તેને વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે જવાબ આપ્યો હતો.
જયશંકરે ઈંડિયા ટુડે કોન્ક્લેવ 2024માં સીએએને લઈને સવાલ પર કહ્યું કે, જુઓ, હું તેમના લોકતંત્રની ટીકા અથવા અન્ય વસ્તુઓ અથવા તેમના સિદ્ધાંતો અથવા તેના અભાવ પર સવાલ નથી ઉઠાવી રહ્યો. હું આપણા ઈતિહાસ વિશે તેમની સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું. જ્યારે તમે દુનિયાના કેટલાય ભાગની ટિપ્પણી સાંભળો છો, તો એવું લાગે છે કે, જાણો ભારતનું વિભાજન ક્યારેય થયું જ નથી અને તેના પરિણામસ્વરુપ આવી કોઈ સમસ્યા હતી જ નહીં, જેનું સમાધાન સીએએને કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, એટલા માટે, જો તમે કોઈ સમસ્યાની વાત કરો છો અને તેની સાથે જોડાયેલ તમામ ઐતિહાસિક સંદર્ભ હટાવી દો છો, તો મારા પણ સિદ્ધાંત છે અને તેમાંથી એક સિદ્ધાંત એ લોકો પ્રત્યે દાયિત્વ છે, જે વિભાજન દરમ્યાન નિરાશ થયા અને મને લાગે છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કાલે તેના પર ખૂબ જ સ્પષ્ટ રીતે વાત કરી છે.
દુનિયામાં ભર્યા પડ્યા છે કેટલાય ઉદાહરણ
જયશંકરે કહ્યું કે, જો આપ મને પૂછશો કે શું અન્ય દેશ, અન્ય લોકતંત્ર જાતીયતા, આસ્થા, સામાજિક વિશેષતાઓના આધાર પર નાગરિકતાના મામલામાં ઝડપથી આગળ વધે છે, તો હું આપને તેના કેટલાય ઉદાહરણ આપી શકું છું. વિદેશ મંત્રીએ કહ્યું કે, દુનિયાના આવા ઉદાહરણોથી ભરી પડી છે અને મારા માટે સંદર્ભ બહું મહત્વના છે.
તો વળી અમેરિકી ધરતી પર એક ખાલિસ્તાની અલગાવવાદીની હત્યાના ષડયંત્ર રચવાના આરોપનો સામનો કરી રહેલા ભારતીય નાગરિકના મામલા પર એસ જયશંકરે કહ્યું કે, ભારત તેની સાથે કેવી રીતે વર્તશે. તેમણે કહ્યું કે, હા, અમેરિકાએ અમારી સાથે અમુક જાણકારી શેર કરી છે. તેમાંથી અમુક જાણકારી જાહેર છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.