CAA ભારતના કરોડો લોકોની નાગરિકતા ખત્મ કરી નાખશે: ઈમરાન ખાન

એક તરફ પાકિસ્તાન દેવાળું ફૂંકવાના આરે છે. તેમ છતાં વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના દેશની ચિંતા કરવાને બદલે ભારતની ચિંતા કરી રહ્યા છે. ઇમરાન ખાને ભારતમાં લાગુ થયેલા નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદો લાગુ થયા બાદ મોટી સંખ્યામાં લોકોની નાગરિકતા ખત્મ થઇ જશે. પાકિસ્તાનના મીડિયામાં પ્રકાશિત અહેવાલના જણાવ્યા મુજબ એક ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને કહ્યું કે ભારતમાં નાગરિકતા કાયદા બાદ એનઆરસી બનાવવામાં આવશે. અને આ સમગ્ર કાર્યવાહીમાં 50 કરોડ લોકોની નાગરિકતા ખત્મ થઇ જશે.

ભારતમાં મોદી સરકાર લઘુમતિઓને દરકિનાર કરી મ્યાનમાર જેવી હિંસાની પરિસ્થિતિ સર્જી રહી છે. આ જ પ્રકારની કાર્યવાહી મ્યાનમારમાં કરવામાં આવી હતી. જ્યાં પહેલા મ્યાનમાર સરકારે નાગરિકોની નોંધણીનું કામ કર્યું. અને ત્યાર બાદ મુસ્લિમોને અલગ કરી તેનો સંહાર કર્યો. મારી આશંકા છે કે ભારત પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે તેમ ઇમરાન ખાને જણાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.