ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કટ્ટરપંથી સંગઠન પૉપ્યુલર ફ્રંટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ રાજ્યભરમાં થયેલા પ્રદર્શનો દરમિયાન હિંસક ઘટનાઓને અંજામ આપવા માટે આ સંગઠન સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ખુફિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં પીએફઆઈની પણ મોટી ભૂમિકા હતી.
સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકારનું હૉમ ડિપાર્ટમેન્ટ રાજ્યમાં પીએફઆઈને પ્રતિબંધિત કરવાવો ગાળીયો તૈયાર કરી રહી છે. પ્રદેશમાં પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાનાં નવા કેસોમાં પીએફઆઈ નેતાઓની વિરુદ્ધ સબૂત મળી આવ્યા છે. અત્યાર સુધી પીએફઆઈનાં લગભગ 20 સભ્યોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આમાં પીએફઆઈની રાજકીય શાખા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાનાં પ્રદેશ અધ્યક્ષ નૂર હસન પણ સામેલ છે. લખનૌ પોલીસે પીએફઆઈનાં પ્રદેશ સંયોજક વસીમ અહમદ સહિત અન્ય પદાધિકારીઓને પણ શહેરમાં હિંસા અને આગ લગાવવાનાં મામલે ધરપકડ કરી હતી.
બીજી તરફ પીએફઆઈનાં કેન્દ્રિય નેતૃત્વનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ સરકાર સંગઠનને જૂઠા આરોપમાં ફસાવી રહી છે. પીએફઆઈએ કહ્યું છે કે લખનૌ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા અહમદની આગ લગાવવામાં કે સંપત્તિને નુકસાન પહોંચાડવામાં કોઈ ભૂમિકા નહોતી. પીએફઆઈનાં એક પદાધિકારીએ કહ્યું કે, “આ ધરપકડ આ જન આંદોલનને દબાવવા અને તેને આતંકવાદી ઘટના તરીકે રજૂ કરવાની એક મોટા ષડયંત્રનો ભાગ છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.