CAAના હિંસક વિરોધને કારણે IPL નિલામી પર છવાયા સંકટનાં વાદળ! BCCIએ જાહેર કરી આ ચિંતા

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ને કારણે સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સંસ્કરણની નિલામી 19 ડિસેમ્બરે કોલકાતામાં થવાની છે, તેવામાં તમામ ફ્રેન્ચાઈઝીઓ સહિત BCCIની નજર બંગાળમાં ચાલી રહેલ પ્રદર્શન ઉપર છે. બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, એ સામાન્ય વાત છે કે તમામ લોકો સ્થિતિને જાણવા માગે છે, કેમ કે રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે જો આ હિંસક પ્રદર્શન આ રીતે જ ચાલુ રહ્યું તો આઈપીએલ નિલામી ઉપર તેની અસર પડી શકે છે.

અધિકારીએ કહ્યું કે, આમ તો વધારે ગભરાવવાની જરૂર નથી. પણ હા ત્યાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવામાં આવી રહી છે. નિલામી ગુરુવારે થનાર છે, અને કોલકાતામાં સીએએનાં વિરોધમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અમને સતત સ્થિતિ પર નજર બનાવી રાખવી પડશે. કોલકાતામાં હિંસક વિરોધને પગલે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

તો રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 20 ડિસેમ્બરે પોતાની પાર્ટીનાં સીનિયર નેતાઓની એક મીટિંગ બોલાવી છે. જેમાં નાગરિકતા સંશોધન અધિનિયમ ઉપર રણનીતિ બનાવવામાં આવશે. આઈપીએલની એક ફ્રેન્ચાઈઝીના અધિકારીએ જણાવ્યું કે, નિલામીમાં આવનાર મોટાભાગનાં સભ્યો મંગળવારે કોલકાતા પહોંચી જશે અને 20 ડિસેમ્બરે પરત ફરશે. અને એટલા માટે જ સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.