સુપરસ્ટાર અભિનેતા, સ્ક્રીન રાઇટર અને રાજનેતા કમલ હાસન શરૂઆતથી જ નાગરિકતા સંશોધન કાયદા CAAના વિરોધી રહ્યા છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે મલયાલમ ઇન્ડસ્ટ્રીના કેટલાક સ્ટાર પણ આ કાયદાની વિરુદ્ધ છે. ગત કેટલાક સમયથી દેશમાં CAA-NRCના મુદ્દા પર ચાલી રહેલી બબાલની વચ્ચે કમલે કેન્દ્ર સરકાર પર વધુ એક વખત નિશાન સાધ્યું છે.
તેમણે ટ્વીટ કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તેમને સમજવું જોઇએ કે સંસદમાં મેજોરિટી હાંસલ કરવાથી તેમણે આપાણા દેશના ફેબ્રિકને બરબાદ કરવાનો અધિકાર નથી મળ્યો. સીએએ બાદ તેમનો આગામી પગલું એનઆરસી છે. તમે કોઇ વ્યક્તિના ડોક્યુમેન્ટ કે તેમની કમીના આધાર પર તેમના વંશ-પરંપરાને સાબિત કરી શકતા નથી. મારી લડત ત્યાં સુધી ખતમ નહીં થાય જ્યાં સુધી આ અત્યાચાર ખતમ નહીં થઇ જાય.
આ પહેલા મક્કલ નીડિ મેમ પાર્ટીના અધ્યક્ષ કમલ હાસને સીએએનો વિરોધ કરી રહેલા ચેન્નાઇના મદ્રાસ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓથી મુલાકાત કરી હતી. કમલે મીડિયાથી વાતચીત કરતા કહ્યું કે તેમણે પોલીસને અંદર જવાની મંજૂરી આપી ન હતી. કમલ હસને કહ્યું છેલ્લા શ્વાસ સુધી પોતાને એક વિદ્યાર્થી કહીશ. તેમણે આગળ કહ્યું કે હું અહીં તે વિદ્યાર્થીઓની રક્ષા કરવા માટે આવ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.