વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યક્રમમાં કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. ‘સંભૃમ સે સચકી ઓર’ કાર્યક્રમમાં બોલતા પ્રસાદે કહ્યું કે, “જેઓ પીડિત હતા તેઓ હવે ભારતનાં નાગરિક છે. ઇજ્જતથી ભારતમાં રહો ભારત તમારી સાથે ઉભુ છે. સમજ નથી આવતું કે એ પાર્ટીઓને શું થઈ ગયું છે જેઓ બિલનો વિરોધ કરી રહ્યા છે.
આ કાયદો ના તો ભારતનાં લોકોની નાગરિકતા લે છે અને ના આપે છે. કોઈપણ ભારતીય પર આ કાયદો લાગુ નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનનાં પ્રતાડિત લોકો માટે આ કાયદો બનાવવામાં આવી રહ્યો છે. અમને આપણા પીએમ પર ગર્વ છે અને તેમના દિલમાં હિંમત છે કે આ કામ તેમણે કરીને દેખાડ્યું છે, જેઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ધરણા-પ્રદર્શન માટે આઝાદ છે.”
કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, “નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરવો છે તો કરો, પરંતુ કોઈ દેશમાં તોડફોડ કરવાનું કામ કરશે તો તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ નરેન્દ્ર મોદીની સરકાર છે. ભારતની સુરક્ષાથી કોઈ બાંધછોડ નહીં કરીએ. વિરોધ કરનારાઓથી કોઈ ડરે નહીં. અમે વિરોધ કરનારા નૌજવાનોને સમજાવીશુ, પરંતુ ઊંઘેલા સમજદારોને કેવી રીતે સમજાવીએ? દેશની દરેક સુવિધા હિંદુ-મુસ્લિમ તમામ ધર્મનાં લોકોને અમે આપી છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.