રાજ્યભરમાં નાગરિકતા સંશોધન કાયદા(CAA)ને લઈ વિરોધ બાદ હવે ગુજરાત રાજ્ય બીજેપી પાર્ટીના નેતાઓએ CAAને લઈ એક મહત્વની બેઠક કરી છે. આ બેઠકમાં CAAના સમર્થનમાં જનજાગરણ કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી. જે હેઠળ 5 જાન્યુઆરીથી BJP દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે અને ઘરે ઘરે જઈને ભાજપના કાર્યકરો લોકોને CAA વિશે સમજાવશે.
આ બેઠકમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના આગેવાનોએ હાજરી આપી હતી. CAAના વિરોધ અંગે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમને કહ્યું કે CAAના વિરોધમાં કોંગ્રેસે તોફાનો કર્યા અને કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે આ કાયદાથી કોઈની નાગરિકતા છીનવાશે નહીં પણ લોકોને જીવન આપવાનું કામ ભાજપે કર્યું છે. કોંગ્રેસ માત્ર વોટ બેન્કની રાજનીતિ કરી છે.
જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપે ખેડૂતોને પાણી આપવાનું કામ કર્યું જ્યારે કોંગ્રેસે ખેડૂતોને માત્ર વાયદાઓ જ આપ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ખેડૂતો માટે કઈ યોજનાઓ બનાવી? ભાજપે તો ખેડૂતોના પાક માટે કેનાલો બનાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ખેડૂતોને ગરેમાર્ગે દોરી રહી છે. ગત વર્ષે સરકારે રૂ.2700 કરોડનો પાક વીમો ચૂકવાયો છે. સરકારે વિવિધ પ્રકારે ખેડૂતોની સહાય કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ કૌભાંડ બદલ જેલમાં ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.