CAAના વિરોધને લઈ દેશભરમાં તો પ્રદર્શન છે જ પરંતુ બોલિવૂડમાં અંદરો અંદર બબાલ વધતી જોવા મળી રહી છે. આ પહેલા પરેશ રાવલને એક ડીજે માસ્ટરએ મુરખ કહી દીધું હતું તો હવે અમિતાભ બચ્ચવ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. હાલમાં જ જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે સરકાર સાથે સાથે બીગ બી પર પણ પ્રહાર કર્યા છે અને એના મૌન પાછળ કટાક્ષ કર્યો છે.
સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહેતો અનુરાગ કશ્યપ ખુલીને વાત કરવા માટે જાણીતો છે. ત્યારે અમિતાભ બચ્ચનનાં એક ટ્વીટ પર કોમેન્ટ કરીને અનુરાગ કશ્યપ ફરીથી વિવાદમાં આવ્યો છે. હાલમાં જ નવા વર્ષના મુદ્દે અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું અને એનો જ જવાબ આપતાં અનુરાગ કશ્યપે તેના પર કટાક્ષ કર્યો છે. નામ લીધા વગર જ કરવામાં આવેલા આ હુમલાની સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચા થઇ રહી છે.
અમિતાભે ટ્વીટ કર્યું હતું કે ‘નવું વર્ષ આવવામાં હવે થોડા જ દિવસો બાકી છે. હેરાન થવાની જરુર નથી બસ 19-20નો જ ફર્ક છે.’ બીગ બીનાં આ ટ્વીટ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા એ વચ્ચે જ અનુરાગ કશ્યપે પોતાની પ્રતિક્રિયા આપી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.