નાગરિકતા સંશોધન કાયદાને લઇને કૉંગ્રેસ પર એકવાર ફરી ગૃહમંત્રી અમિત શાહે તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે એક્ટ લઘુમતીઓની નાગરિકતા છીનવી લેશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કૉંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, “રાહુલ બાબા હું તમને ચેલેન્જ આપું છું કે કાયદામાં એકપણ જગ્યાએ કોઇની પણ નાગરિકતા લેવાની જોગવાઈ હોય તો બતાવો.”
તેમણે કહ્યું કે, “દેશનાં તમામ મુસ્લિમ ભાઈઓ-બહેનોને અપીલ છે કે પહેલા ખુદ નાગરિકતા સંશોધન કાયદાને સમજો અને પછી બીજાઓને સમજાવે. નહીં તો જૂઠ અને ભ્ર્રમ ફેલાવનારા દળો પોતાની વૉટ બેંક અને સ્વાર્થ માટે આપણને આમ જ લડાવતા રહેશે.” શિમલામાં હિમાચલ પ્રદેશ સરકારનાં 2 વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમિત શાહે કહ્યું કે, “1950માં નહેરૂ લિયાકત કરાર થયો, જેની અંતર્ગત નક્કી થયું હતુ કે બંને દેશો લઘુમતીઓનું સંરક્ષણ કરશે. લાખો-કરોડો શરણાર્થીઓને કોઈ પુછી નહોતુ રહ્યું.”
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અનેક વખતે નાગરિકતા કાયદાનો વિરોધ કરતા કહ્યું હતુ કે આ અસવૈંધાનિક છે. એટલું જ શુક્રવારનાં સવારે રાયપુરમાં પણ એક કાર્યક્રમાં તેમણે કહ્યું હતુ કે એનઆરસી હોય કે પછી એનપીઆર આ ગરીબો પર ટેક્સ જેવું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, “નોટબંધી ગરીબો પર ટેક્સ જેવી હતી. ગરીબ લોકો પર હુમલો હતો અને સામાન્ય લોકો પુછી રહ્યા છે કે અમને નોકરી કઈ રીતે મળશે?”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.