કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી નાગરિકતા સંશોધન કાયદા (CAA) પર લોકોને ગુમરાહ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું કે સોનિયા ગાંધી ખોટી રીતે CAAની સરખામણી NRC સાથે કરી રહ્યા છે. તેનો ડ્રાફ્ટ પણ હજુ સુધી તૈયાર થયો નથી. નિર્મલા સીતારમણે કહ્યું કે પ્રદર્શનકારીઓએ પહેલાં કાયદો વાંચવો જોઇએ અને જરૂર પડે તો તેમણે સ્પષ્ટીકરણ માંગવું જોઇએ. નિર્મલા સીતારમણે કહ્યું કે લોકોને તેનાથી બચાવું જોઇએ જે હિંસા અને ડર ફેલાવીને તેમને ભ્રમમાં નાંખી રહ્યું છે.
NRCનો ડ્રાફ્ટ પણ તૈયાર થયો નથી
નિર્મલા સીતારમણે કહ્યું કે હું ભારતના તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ આ ભ્રમ અને ડરની સ્થિતિમાં ના પડે. કોંગ્રેસ, તૃણમૂલ અને આમ આદમી પાર્ટીની સાથો સાથ લેફ્ટ પાર્ટીઓ સંશોધિત નાગરિકતા કાયદા અને એનઆરસીને પરસ્પર જોડીને ડર ઉભો કરી રહી છે જ્યારે એનઆરસીનો ડ્રાફ્ટ પણ હજુસુધી તૈયાર પણ થયો નથી.
નાણાંમંત્રીએ કહ્યું કે તેઓ દેશના દરેક નાગરિકને અપીલ કરે છે કે હતાશ થઇ ચૂકેલી કોંગ્રેસ, ટીએમસી, આપ અને વામ દળ જે કરી રહ્યું છે તેનાથી તમે લોકો પ્રભાવિત ના થાઓ. નાગરિકતા સંશોધન કાયદો કોઇપણ ભારતીયની નાગરિકતા છીનનવા માટે નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ કાયદાની કોઇ ભારતીય નાગરિક સાથે લેવા-દેવા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.