CAA પર મલેશિયાના વડાપ્રધાનની વિવાદાસ્પદ ટિપ્પણી, ભારતે કરી દીધી બોલતી બંધ

ભારતના સ્થાનિક મુદ્દામાં ટિપ્પણીને લઇ સરકારે મલેશિયાને સણસણતો જવાબ આપ્યો. મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદના નિવેદનને લઇ વિદેશ મંત્રાલયે તથ્યાત્મક રીતે ખોટું ગણાવ્યું છે. મહાતિરે કહ્યું હતું કે કેટલાંક મુસલમાનોને નાગરિકતા આપવાથી વંચિત રાખવા માટે ભારતે નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું છે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે મલેશિયાએ ભારતના આંતરિક મામલા પર, ખાસ કરીને તથ્યોની સમજ વગર ટિપ્પણી કરવાની બચવું જોઇએ. મોહમ્મદે શુક્રવારના રોજ કહ્યું હતું કે સ્વયંને ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરનાર ભારતને જોઇ મને દુ:ખ થાય છે કે હવે ત્યાં કેટલાંક મુસલમાનોને નાગરિકતાથી વંચિત કરવા માટે પગલું ઉઠાવી રહ્યા છે.

તેના પર વિદેશ મંત્રાલયે કહ્યું કે મીડિયાના સમાચાર પ્રમાણે મલેશિયાના વડાપ્રધાને એક વખત ફરીથી ભારતની આંતરિક બાબત પર ટિપ્પણી કરી છે. CAA એ લોકોને નાગરિકતા આપવાની પ્રક્રિયાને તેજ કરે છે જે ધાર્મિક કારણોસર સતામણીના લીધે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફઘાનિસ્તાનથી દેશમાં આવ્યા છે.

  • મંત્રાલયે કહ્યું કે આ કાયદાથી કોઇપણ ભારતીય નાગરિકની સ્થિતિ પ્રભાવિત થઇ નથી કે કોઇપણ ભારતીય કે ધર્માવલંબી નાગરિકતાથી વંચિત હોતી નથી. આ રીતે મલેશિયાન વડાપ્રધાનની ટિપ્પણી તથ્યાત્મક રીતે યોગ્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.