CAAનાં મુદ્દે BJPમાં જ ઉઠ્યા પ્રશ્નો, કેન્દ્રિય મંત્રીએ ખુદ જણાવ્યું ક્યાં થાપ ખાઈ ગઈ પાર્ટી

નાગરિકતા કાયદા પર દેશનાં તમામ ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા. રાજધાની દિલ્હી સહિત ઘણા ભાગોમાં હજુ પણ આને લઇને પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ

કાયદાને લઇને હવે ભારતીય જનતા પાર્ટીની અંદરથી જ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેન્દ્રનાં મંત્રી પણ માની રહ્યા છે કે સરકાર આ ગુસ્સાને સમજવામાં અસફળ રહી. નાગરિકતા કાયદા પર કેન્દ્ર સરકાર છેલ્લા 6 વર્ષનાં સૌથી વધારે વિરોધનો સામનો કરી રહી છે. આ કાયદા પ્રમાણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા શરણાર્થીઓને શરણ આપવાની વાત છે. આમાં મુસ્લિમ સામેલ નથી.

એક રિપોર્ટ પ્રમાણે બીજેપીનાં અનેક નેતાઓ આ પ્રદર્શનથી ચોંકી ગયા છે. તેમનું કહેવું છે કે તેઓ થોડાક વિરોધ પ્રદર્શનો માટે તો તૈયાર હતા, પરંતુ આ આટલું વિશાળ સ્તરે થશે તેનો અંદાજો નહોતો. હવે પાર્ટી અને સરકાર આ સંકટને દૂર કરવા માટે પ્રયાસ કરી રહી છે જેનાથી શહેરોમાં વધેલા વિરોધ પ્રદર્શનને ઓછુ કરી શકાય. કેન્દ્રિય મંત્રી સંજીવ બાલિયાને કહ્યું કે, “મે ખરેખર આવા વિરોધ પ્રદર્શનને નથી જોયું. મારા ઉપરાંત બીજેપીનાં બીજા નેતાઓને પણ આ પ્રકારનાં વિરોધની આશા નહોતી.”

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહન એક ઇન્ટરવ્યૂમાં સ્ષ્પષ્ટ કહી ચુક્યા છે કે સીએએ નાગરિકતા વિશે નથી અને એનઆરસી પર હજુ કોઈ ચર્ચા નથી થઈ. તો બીજી તરફ સરકારનાં એક મંત્રીનું કહેવું છે કે અમે બધા અત્યારે ડેમેજ કંટ્રોલ મોડમાં છીએ. આ કારણે બીજેપી અને તેના અન્ય સહયોગી દળો આ મુદ્દા પર જાગરૂકતા અભિયાન ચલાવી રહ્યા છે. આમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો ભેદભાવવાળો છે. આરએસએસ પણ આ કાયદાનાં સમર્થનમાં શહેરોમાં અભિયાન ચલાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.