CAA મુદ્દે મોહન ભાગવતનું નિવેદન- હવે સ્વતંત્ર છીએ, દેશમાં કંઈ ખોટું થાય તો તેનો આરોપ અંગ્રેજો પર ન નાખી શકાય

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ને લઈને થઈ રહેલા હિંસક પ્રદર્શનની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ કહ્યું છે કે જો આપણા દેશમાં કંઈ પણ આડાઅવળું થાય છે તો આપણે અંગ્રેજોને તેનો દોષનો ટોપલો ન ઢોળી શકીએ. તેઓએ કહ્યું કે જ્યારે આપણે ગુલામ હતા ત્યારે જેવું ચાલતું હતું તે ચાલતું હતું પરંતુ હવે નહીં ચાલે. નાગરિક અનુશાસન અને સામાજિક અનુશાસનની આદત આ કાર્યક્રમોથી પડે છે.

સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં ચાલી રહેલા નવ વર્ષ 2020 કાર્યક્રમમાં સામાજિક અનુશાસન પર ભાર મૂકતા કહ્યું કે, આપણે હવે સ્વતંત્ર થઈ ગયા છીએ. આજે આપણા દેશમાં આપણું રાજ છે. રાજ્યની સ્વતંત્રતા ટકેલી રહે અને રાજ્ય યોગ્ય રીતે ચાલતું રહે તેના માટે સામાજિક અને નાગરિક અનુશાસન આવશ્યક છે.

પોતાના ભાષણમાં તેઓએ ભગિની નિવેદિતાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેના વિશે સ્વતંત્રતાથી પૂર્વ ભગિની નિવેદિતાએ આપણા સૌ લોકોને સચેત કર્યા હતા કે દેશભક્તિની દૈનિક જીવનમાં અભિવ્યક્તિ નાગરિકતાના અનુશાસનને પાલ કરવાથી થાય છે. પોતાના ભાષણમાં મોહન ભાગવતે આંબેડકરના ભાષણનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું કે સ્વતંત્ર ભારતનું બંધારણ રજૂ કરતી વખતે આંબેડકર સાહેબે બે ભાષણ સંસદમાં રજૂ કર્યા હતા. આ ભાષણોમાં તેઓએ જે વાતોનો ઉલ્લેખ કર્યો હતો તે આજ વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.