CAA-NRCને લઇ ભારતે કર્યો પર્દાફાશ, પાકિસ્તાનની ફરી એકવાર દુનિયાભરમાં થૂં થૂં

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ગુરૂવારનાં CAA-NRC, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાન-સાઉદી અરબ કરારનાં રિપોર્ટ્સ અને ભારત-જાપાન સમિટ સહિત અનેક મુદ્દાઓ પર કૉન્ફરન્સમાં વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તેમણે કાશ્મીરનો મામલો ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC)માં ઉઠાવવાનાં રિપોર્ટ્સને સંપૂર્ણ રીતે અફવાઓ આધારિત ગણાવ્યા. સાથે જ તેમણે નાગરિકતા સંશોધન કાયદો અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરનાં મુદ્દા પર દુનિયાનાં અલગ અલગ દેશોને ભારતીય પક્ષ વિશે જાણકારી આપવાની વાત કહી.

તેમણે એ પણ કહ્યું કે, “ભારતની જાપાનની સાથે સમિટની તારીખ નિશ્ચિત કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે અને આશા છે કે તેઓ જલદી સમિટની તારીખ પર નિર્ણય લેશે.” વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે ભારત-જાપાન સમિટ વિશે કહ્યું કે, “અમે જાપાની પક્ષ સાથે વાત કરી રહ્યા છીએ. અમે આશા કરીએ છીએ કે અમે બહુ જ જલદી તેમની સાથે આની તારીખ નક્કી કરી લઇશું.”

વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે CAA-NRCનાં મુદ્દા પર કહ્યું કે, “અમે દુનિયાનાં તમામ ભૌગોલિક ભાગોમાં દેશો સુધી પહોંચ્યા છીએ. અમે નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટર વિશે પોતાના દૂતાવાસોને લખ્યું છે અને યજમાન દેશોને આ થનારી પ્રક્રિયા વિશે અમારા વિચાર જણાવવા કહ્યું છે.” MEA પ્રવક્તાએ એ પણ કહ્યું કે, “કાયદો સંવિધાનનાં આધારભૂત માળખાને ક્યાંયથી પણ છેડછાડ નથી કરતો. દેશોને એ પણ કહેવામાં આવ્યું છે કે CAA કોઈ સમુદાયનાં લોકો માટે ભારતમાં નાગરિકતા મેળવવાનાં અવસર નહીં ઓછા કરે અને ના કોઈની નાગરિકતા છીનવશે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.