CAA અને NRCને લઈ બોલિવૂડની નવી નવી હસતીઓ પોતાના મત રજુ કરી રહી છે. રોજ કોઈને કોઈ સેલેબ્રિટીનું બયાન સામે આવે છે. કોઈ વિરોધમાં તો કોઈ પક્ષમાં બોલતા દેખાઈ રહ્યા છે. એ જ રીતે હવે ગીતકાર ગુલઝારનું નિવેદન પણ સામે આવ્યું છે અને એણે દિલ્હીવાળાઓ પર જબરો કટાક્ષ કર્યો છે. તેણે નાગરિકતા સંસોધન કાનુન અને એનસીઆર વિરુદ્ધમાં થઈ રહેલા પ્રદર્શન પર પ્રતિક્રિયા આપી છે.
28 ડિસેમ્બરે તે એક અખબારના સાહિત્ય પ્રોગામમાં પહોંચ્યા હતા. ત્યાં તેણે કહ્યું હતું કે દિલ્હીવાળાઓથી ડર લાગે છે. ડરનું કારણ જણાવતા તેણે કહ્યું કે, આ વાત કોઈ નથી જાણતા કે દિલ્હીવાળા ક્યારે કોઈ નવો કાયદો બહાર પાડી દે. ગુઝલારે એ પણ વાત કરી કે જ્યારે સંપાદકો તેને કાર્યક્રમ માટે આમંત્રણ આપવા આવ્યા ત્યારે પણ તેને બીક ગાલી હતી. શા માટે ડર્યા એમ પૂછ્યું તો હસતાં હસતાં કહ્યું કે નક્કી નહીં કે દિલ્હીવાળા ક્યારે નવો કાનુન લાગુ કરી દે.
આ પહેલા ઘણી બોલિવૂડ હસતીઓએ બયાના આપ્યા છે. અજય દેવગણે કહ્યું કે, જો હું આ વિશે બોલીશ તો મારી ફિલ્મ બેન થઈ જશે. તેમજ સૈફ અલી ખાને કહ્યું કે જોઈએ આ બધું ક્યારે બંધ થાય છે. તો વળી અક્ષય કુમારે પણ કહ્યું છે કે હિંસા થવી ન જોઈએ. હીરોઈનોમાં પણ ઘણી અભિનેત્રીઓ આ વિશે બોલી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.