CAA-NRC વિરોધ:ઉત્તરાયણે કેટલાક વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં CAA-NRCના વિરોધના લખાણવાળી પતંગ ચગાવી ત્યારે પોલીસે અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ બબાલમાં આજે વિદ્યાર્થીઓએ કેમ્પસમાં પોલીસને કોણે બોલાવી? તે પ્રશ્નનો જવાબ મેળવા કુલપતિની ઓફિસ સામે રેંટિયો કાંતીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉત્તરાયણે પોલીસની ત્રણ જીપ કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપ છે કે, ઉપકુલપતિએ વિરોધ પ્રદર્શન નહીં કરવાની ચેતવણી આપી હતી. કેટલીક ફેકલ્ટી પણ સંઘ વિચારથી પ્રભાવિત હોવાથી કેમ્પસમાં ગાંધી વિચારને તિલાંજલી આપવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.
પોલીસને કોણે બોલાવી? તેનો જવાબ મેળવવા 15 જેટલાં વિદ્યાર્થીઓએ રેંટિયો ચલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંજે ચાર વાગ્યે તેમને કુલપતિ ડો. અનામિક શાહે બોલાવીને કહ્યું હતું કે, અમે પોલીસને બોલાવી નહોતી. આ જવાબ બાદ વિદ્યાર્થીઓએ હડતાલ સંકેલી લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.