નાગરિકતા સંશોધન એકટ (CAA)ની વિરૂદ્ધ દેશભરમાં મચેલા ઘમાસણની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર #IndiaSupportsCAA અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ #IndiaSupportsCAA ટ્વીટ કરતાં લખ્યું છે કારણ કે CAA પ્રતાડિત શરણાર્થીઓને નાગરિકતા આપે છે અને આ કોઇની નાગરિકતા છીનવતું નથી.
નમો એપના વોલિંટિયર મોડ્યુલના વાઇસ સેક્શનમાં કંટેટ, ગ્રાફિક્સ અને અન્યને જોવા માટે આ હેશટેગને જુઓ. પીએમે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે આ હેશટેગ દ્વારા CAAના પક્ષમાં પોતાનું સમર્થન આપે.
ઉલ્લેખનીય છે કે સીએએનો કોંગ્રેસ, ટીએમસી સહિત લગભગ તમામ વિપક્ષી દળ વિરોધ કરી રહ્યા છે. રાજધાની દિલ્હી, યુપી, પશ્ચિમ બંગાળ, બિહાર, અસમમાં આ એકટના વિરોધમાં જોરદાર પ્રદર્શન થયું હતું. યુપીમાં આ પ્રદર્શનોમાં 19 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં પણ હિંસક પ્રદર્શન થયુ હતું. વિપક્ષી દળ સરકારને આ એકટને પાછો ખેંચવાની માંગણી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.