દેશમાં કેટલાક સંગઠનો CAAના કાયદાનો હિંસક રીતે વિરોધ કરી રહ્યા છે અને કેટલાક સંગઠનો CAAના સમર્થનમાં રેલી યોજી રહ્યા છે. ત્યારે હવે CAAના સમર્થનની રેલીમાં પણ લોકોનું આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કરણી સેના અને કેટલીક સંસ્થાઓએ સાથે મળીને CAAના સમર્થનમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ગોલી મારોના નારા પણ લાગ્યા હતા. આ ઉપરાંત કરણીસેનાના અધ્યક્ષે કરણી સેના દિલ્હીમાં જઈને શાહીનબાગ ખાલી કરાવશે તેવી સરકારને ચેતવણી આપી છે.
કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, CAAના સમર્થનમાં કરણી સેના દ્વારા પદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પદયાત્રામાં રાષ્ટ્રવાદી સંગઠનોએ પણ ભાગ લીધો છે.
અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે અમે રાષ્ટ્રવાદી હિંદુ સંગઠનો વિરોધ નહીં થવા દઈએ. અમે પદ યાત્રાના માધ્યમથી સરકારને સમર્થન પહોંચાડી શું કે, અમે તમારી સાથે ઉભા છીએ. તમારે કોઈથી ડરવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.