CAAનાં વિરોધમાં આજે દિલ્હીમાં મોટું પ્રદર્શન, એલર્ટ પર દિલ્હી પોલીસ – જવાનોની રજાઓ રદ્દ

દિલ્હી પોલીસ માટે શુક્રવારનો દિવસ પડકારજનક રહેશે. ઇન્ટેલિજન્સ ઇનપુટ પ્રમાણે શુક્રવારનાં બપોર પછી દિલ્હીમાં સ્થિતિ બગડવાનાં સંકેત આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મંડળ આયોગનાં વિરોધ પ્રદર્શન બાદ દિલ્હીમાં આ સૌથી મોટું પ્રદર્શન હોઇ શકે છે. આમાં દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં 40થી વધારે મોરચા ખુલી શકે છે. પ્રોટેસ્ટ દરમિયાન તોડફોડ, આગ ચાંપવી અને દંગા ભડકાવવા માટે ઇન્ડિયન મુઝાહિદ્દીન અને સિમીથી જોડાયેલા કટ્ટરપંથી મૉડ્યૂલ તૈયારીની સાથે પ્રોટેસ્ટમાં સામેલ થઈ ચુક્યા છે. આ ઇનપુટ્સ ખુફિયા એજન્સીઓએ દિલ્હી પોલીસની સાથે શેર કર્યા છે

પ્રોટેસ્ટને પહોંચી વળવા માટે દિલ્હી પોલીસે દિલ્હીથી યૂપી અને હરિયાણાનાં તમામ જિલ્લાનાં કમિશ્નરો સાથે વાત કરી દિલ્હીમાં શાંતિ બનાવી રાખવામાં મદદ માગી છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારનાં નવી દિલ્હી જિલ્લા અને કેટલાક અન્ય પોઇન્ટ્સને છોડીને મોટા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. ખાસ રીતે વોટ્સએપ, ટ્વિટર અને ફેસબૂક પર વાયરલ થનારી અફવાઓને રોકવા માટે દિલ્હી પોલીસે તૈયારીઓ કરી છે. પોલીસનાં સાઇબર સેલ એ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખી રહ્યા છે જેઓ અફવાઓ ફેલાવવામાં લાગ્યા છે.

પોલીસે પોતાના તમામ જવાનો અને ઑફિસરોની રજાઓ રદ્દ કરી દીધી છે. સાથે જ હોમ મિનિસ્ટ્રીથી પણ અતિરિક્ત ફોર્સની માગ કરી છે. આ અંતર્ગત રણનીતિ બનાવવામાં આવી રહી છે કે દિલ્હીમાં બૈરિકેડિંગ કરી દેવામાં આવે. શુક્રવારનાં પણ દિલ્હીમાં અનેક મેટ્રો સ્ટેશન કેટલાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.