નવી દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસંપર્ક રેલી દરમિયાન ઘરની બાલ્કનીમાંથી બે યુવતીઓએ CAAનો વિરોધ કર્યો હતો.
એનડીટીવીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, મહિલાઓનું કહેવું છે કે મકાનમાલિકે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે.
રવિવારે નાગરિકતા કાયદાના સમર્થનમાં અમિત શાહ દક્ષિણ દિલ્હીના લાજપતનગરમાં ઘરે-ઘરે જઈને જનસંપર્ક કરી રહ્યા હતા.
આ દરમિયાન આ મહિલાઓએ ફ્લેટની બાલ્કનીમાંથી બૅનર બતાવીનો વિરોધ વ્યક્ત કર્યો.
આ મહિલાનું નામ સૂર્યા રજપ્પન છે અને તેઓ વકીલાત કરે છે.
સૂર્યાનું કહેવું છે કે તેમને વિરોધ કર્યો એ પછી રેલીમાં સામેલ લોકો અપશબ્દો ભાંડવા લાગ્યા અને નીચે એકઠા થઈ ગયા.
સૂર્યાનું એવું પણ કહ્યું કે એક ટોળું ઉપર આવવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને દરવાજો તોડી કાઢવાની ધમકી આપી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.