નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. આ બધાની વચ્ચે દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં મોબાઇલ સર્વિસીસ સંપૂર્ણપણે બંધ કરી દેવાઇ છે. નાગરિકતા કાયદાને લઇ થઇ રહેલા વિરોધ-પ્રદર્શને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસે ટેલિકોમ ઓપરેટરને કેટલાંક હિસ્સામાં મોબાઇલ સર્વિસીસ સસ્પેંડ કરવાનું કહ્યું છે. સંબંધિત વિસ્તારોમાં તમામ પ્રકારની મોબાઇલ સર્વિસીસ એટલે કે મોબાઇલ ઇન્ટરનેટસ એસએમએસ અને વોઇસ કોલ સર્વિસને સસ્પેન્ડ કરી દેવાઇ છે
કર્ણાટકના કુલબર્ગી વિસ્તારમાં પ્રદર્શન કરનારા 20 પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્તારમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બેંગલુરુમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરાઈ છે. આ વિસ્તારમાં પોલીસે કલમ 144 લાગુ કરી છે.
દિલ્હીના નોર્થ અને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટનો વોલ્ડ સિટી એરયિા, મંડી હાઉસ, સીલમપુર, ઝાફરાબાદ અને મુસ્ફતફાબાદ, જામિયાનગર અને શાહીનબાગ અને બવાના વિસ્તારમાં મોબાઇલ સર્વિસીસ બંધ કરી દેવાઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.