ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓનો વિરોધ કરવાના ચક્કરમાં પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને સેનેટર અબ્દુલ રહમાન મલિકે સોમવારના રોજ પોર્નસ્ટારની તસવીર શેર કરતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા. મલિકે પોર્ન સ્ટારની તસવીરો ભારતમાં CAA પ્રદર્શનમાં સામેલ છોકરીઓ ગણાવી શેર કરી, પરંતુ ભૂલનો અહેસાસ થવા પર તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધી.
મિયા ખલીફા અને નાદિયા અલીની તસવીરો શેર કરી
અક્ષય નામના યુઝરે લખ્યું, ‘સર, ભારતીય ક્ષેત્રીય ફિલ્મોની પ્રભાવશાળી અભિનેત્રીઓએ હિજાબ પહેરીને નાગરિકતા સંશોધન બિલ (CAA)નો વિરોધ કરનાર ભારતીય મુસલમાનોની સાથે એકજૂથતા દેખાડી છે. તેમને સલામ, મોદી ટૂંક સમયમાં જ આપશે રાજીનામું.’ તેના જવાબમાં તસવીરોને પોસ્ટ કરતાં સંઘીય તપાસ એજન્સીના અધિકારી રહેલા રહમાન મલિકે લખ્યું, ‘મે ગૉડ બ્લેસ હર (અલ્લાહ તેમના પર રહમ કરે)’ આ ત્રણ તસવીરો અલગ-અલગ છોકરીઓની હતી. તેમાંથી બે પોર્નસ્ટાર મિયા ખલીફા અને નાદિયા અલી છે. તેમની આ પોસ્ટ પર ટ્વિટર યુઝર્સે તેમની ઠેકડી ઉડાડવાની શરૂ કરી દીધી.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા પૂર્વ પાક. મંત્રી
પોતાની ભૂલનો અહેસાસ થવા પર પૂર્વ પાક. મંત્રીએ તરત પોતાની પોસ્ટને હટાવી દીધી. ત્યાં સુધીમાં યુઝર્સે તેમની આ પોસ્ટનો સ્ક્રીન શોર્ટ લઇ ચૂકયા હતા. ત્યારબાદ તેમને ભારતીય યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આવી ગયા લપેટામાં’ તો એકે લખ્યું, એક નાદિયા અલી છે, એક મિયાં ખલીફા અને કોણ છે?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.