CAAનાં વિરોધમાં મદીના મસ્જિદ પાસે પોલીસ પર પથ્થરમારો કરી સુરતની અશાંતિ ફેલાવવા પ્રયાસ

ભારતભરમાં દલિત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ દલિત સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. અને લઘુમતિ સમાજ દ્વારા આ બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. તેવામાં સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલી એક મસ્જિદ પાસે સીએએનાં વિરોધમાં મુસ્લિમ સમાજનાં લોકો એકઠાં થયા હતા.

સુરતનાં લિંબાયત વિસ્તારમાં મુસ્લિમ સમુદાય દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. આ સમયે કેટલાક અસામાજિક તત્વોએ શાંતિ ડહોળાવવા માટે કાંકરીચારો કરવાનો પ્રયાસ કર્યો હતો. અને અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પણ અમદાવાદમાં બનેલ પથ્થરમારા જેવી ઘટના અહીં ઘટતાં બચી ગઈ હતી. અને પોલીસે થોડી જ ક્ષણોમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

પથ્થરમારાની ઘટનાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો પથ્થરમારાની ઘટનાને કારણે એક એસઆરપી જવાન ઈજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર ખુદ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.