કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રવિવારનાં નાગરિકતા એક્ટને લઇને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે ડૉર-ટૂ-ડૉર કેમ્પેનની શરૂઆત કરી. આ તક પર અમિત શાહ દિલ્હીનાં લાજપત નગર પહોંચ્યા જ્યાં તેમણે લોકોને પેમ્પલેટ્સ આપ્યા. ગૃહમંત્રીએ આ કેમ્પેન દરમિયાન અમર કૉલોનીમાં અફઘાનિસ્તાનથી આવેલા શીખ શરણાર્થીઓ સાથે પણ મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાનાં પક્ષમાં બીજેપી આખા દેશમાં જન જાગરણ અભિયાન ચલાવી રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રીએ રવિવારનાં આ અભિયાનની શરૂઆત કરી.
આ અભિયાન માટે બીજેપીએ પ્રમુખ નેતાઓની યાદી તૈયાર કરી છે. આ નેતાઓને અનેક રાજ્યોની જવાબદારી આપવામાં આવી છે. આ અભિયાન 10 દિવસ સુધી ચાલશે જે દરમિયાન પાર્ટીનાં ત્રણ કરોડ પરિવારો સાથે સંપર્ક કરવાનો ઇરાદો છે. ભાજપ આ અભિયાન દ્વારા કાયદાની વિરુદ્ધ વિપક્ષી દળોનેનાં પ્રચારને પણ નિશાને લેવા ઇચ્છે છે. અમિત શાહે દિલ્હીમાં કેમ્પેનની શરૂઆત કરી. તો પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા ગાઝિયાબાદમાં ઉપસ્થિત રહ્યા..
આ ઉપરાંત રાજનાથ સિંહે લખનૌમાં, નિતિન ગડકરીએ નાગપુરમાં કેમ્પેનની શરૂઆત કરી અને નિર્મલા સીતારમણે જયપુરમાં પહેલા દિવસે અભિયાનનું નેતૃત્વ કર્યું. આ પહેલા ભાજપા મહાસચિવ અનિલ જૈને પત્રકારોને જણાવ્યું કે, “ભારતીય મુસલમાનો માટે નાગરિકતા સાથે જોડાયેલી કોઇપણ કવાયતથી ચિંતિત થવાનું કારણ નથી. પછી ભલે તે એનપીઆર હોય કે એનઆરસી. ભારતનો એકમાત્ર ધર્મ તેનું સંવિધાન છે.” તેમણે કહ્યું કે, “પાર્ટીનાં મેનિફેસ્ટોમાં રહેલા એનઆરસીને લાગુ કરવાનો જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે, તેના પર રાષ્ટ્રવ્યાપી વિચાર-વિમર્શ થશે, પરંતુ હજુ આવો કોઈ પ્રસ્તાવ નથી.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.