નાગરિકતા સંશોધન કાયદા પર દેશમાં ચાલી રહેલી ધમાલ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારનાં દિલ્હીનાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, “દેશ માટે કામ કરવામાં ઘણો ગુસ્સો સહન કરવો પડે છે. ઘણા લોકોની નારાજગી સહન કરવી પડે છે. આ ઉપરાંત અનેક આરોપોનો સામનો કરવો પડે છે.” જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત ASSOCHAMનાં કાર્યક્રમમાં અર્થવ્યવસ્થા, GST અને ઈઝ ઑફ ડુઇંગની રેન્કિંગને લઇને કહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ASSOCHAMનાં કાર્યક્રમમાં કહ્યું કે “તમારી 100 વર્ષની યાત્રામાં ઉતાર-ચઢાવ આવશે. અનેક લોકોએ આની આગેવાની કરી હશે, તમામ અભિનંદનને પાત્ર છે. સો વર્ષની યાત્રાનો મતલબ છે કે તમે ભારતનાં આઝાદી આંદોલનને અને આઝાદી બાદનાં સમયને જોયો છે.”
પીએમ મોદીએ કહ્યું કે, “2020ની સાથે નવો દશકો સૌ માટે સુખ-સમૃદ્ધિ લાવે તે માટે શુભકામના. 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાની વાત અચાનક નથી આવી. છેલ્લા 5 વર્ષથી દેશ મજબૂત થયો છે આ માટે આવા લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે. 5-6 વર્ષ પહેલા આપણી અર્થવ્યવસ્થા ડિઝાસ્ટર તરફ વધી રહી હતી, પરંતુ અમારી સરકારે આ રોક્યું.”
તેમણે કહ્યું કે, “ભારતની અર્થવ્યવસ્થા નક્કી થયેલા નિયમોથી ચાલે તેમ માટે અમે અર્થવ્યવસ્થામાં પરિવર્તન કર્યું છે. આજે 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી માટે મજબૂત આધાર બન્યો છે. જ્યાં સુધી આખો દેશ મળીને લક્ષ્યને નક્કી નથી કરતો, ત્યાં સુધી લક્ષ્ય પૂર્ણ નથી કરી શકાતુ. જ્યારે મે આ લક્ષ્યને રાખ્યું ત્યારે ખબર હતી કે વિરોધ થશે અને કહેવામાં આવશે કે ભારત આ નહીં કરી શકે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.