ગુરૂવારનાં આખા ભારતમાં નાગરિકતા કાયદાનાં વિરોધમાં રસ્તાઓ પર હંગામો થયો. સરકારની દલીલ છે કે કોઈની પણ નાગરિકતા છીનવવામાં નથી આવી રહી, તેમ છતા અફવાઓને ફેલાવીને માહોલ બગાડવામાં આવી રહ્યો છે. આ જ કારણ છે કે ગુરૂવારનાં દિલ્હીથી લઇને દરભંગા સુધી અને લખનૌથી મુંબઈ સુધી કાયદાનાં વિરોધમાં રસ્તાઓ પર પ્રદર્શનકારીઓ ઉતર્યા. કર્ણાટકમાં પણ નાગરિકતા સંશોધન એક્ટનાં વિરોધમાં વિરોધ પ્રદર્શન થયા.
ગુરૂવારનાં બેંગલુરુ ઉપરાંત અન્ય શહેરોમાં પણ આ કાયદા સામે વિરોધ પ્રદર્શન થયા. કર્ણાટકનાં મુખ્યમંત્રી બીએસ. યેદિયુરપ્પાએ પ્રદર્શનની પાછળ કૉંગ્રેસનો હાથ ગણાવ્યો. બેંગલુરુમાં નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. બેંગલુરુ ટાઉન હૉલ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે પ્રદર્શનકારીઓએ જગ્યા ખાલી કરવાની ના કરી દીધી, તો બેંગલુરુ (મધ્ય)નાં ડીસીપી ચેતન સિંહ રાઠૌરે કંઇક એવું કર્યું કે તમામ પ્રદર્શનકારી ચુપચાપ ત્યાંથી જતા રહ્યા.
ચેતન સિંહ રાઠૌરે માઇક હાથમાં લઇને મોરચો સંભાળ્યો અને પ્રદર્શનકારીઓને ત્યાંથી જતા રહેવા અપીલ કરી. ત્યારબાદ તેમણે કહ્યું કે, “હવે હું એક ગીત ગાઇશ જેમાં તમામ દેશવાસી મારી સાથે ઉભા થશે.” ત્યારબાદ ડીસીપીએ રાષ્ટ્રગીત ગાયુ અને તમામ પ્રદર્શનકારી ઉભા થયા. રાષ્ટ્રગીત ખત્મ થતા જ તમામ લોકો ત્યાંથી જતા રહ્યા. બેંગલુરુમાં વિરોધ પ્રદર્શનને જોતા પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી. ગ્રામીણ વિસ્તારો સહિતએ બેંગલોર શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જે સવારે 6 વાગ્યા સુધી હતી. સવારે જ રાજ્યનાં મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ મોટા અધિકારીઓ સાથે મળીને બેઠક કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.