નાગરિકતા સંશોધન કાયદાના વિરોધામાં અલીગઢ મુસ્લીમ યૂનિવર્સિટી (એએમયૂ)માં ઉપદ્રવ મચાવનારાઓ વિરૂદ્ધ યોગી સરકારે આકરૂ વલણ દાખવ્યું છે અને એક્શન મોડમાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ પોલીસે 10,000 જેટલા અજાણ્યા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 15 ડિસેમ્બરે કેમ્પસમાં પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાને લઈને આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
15 ડિસેમ્બરે કેમ્પસમાં નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીના વિરોધમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. સાથે જ મુઝફ્ફરનગરમાં લગભગ એક સપ્તાહ બાદ આજે શનિવારે ઈન્ટરનેટ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.
પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, એએમયૂનો મુખ્ય દરવાજો તોડીને પોલીસ કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો. એએમયૂના પૂર્વ છાત્રસંઘના અધ્યક્ષ સલમાન ઈમ્તિયાઝે આરોપ લગાવ્યો હતો કે, 15 તારીખે પોલીસે વિદ્યાર્થીઓ સાથે બર્બરતા કરી હતી જેમાં અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં. જોકે બાદમાં પોલીસે પોતાના ટ્વિટર હેંડલ પર એક વીડિયો શેર કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું હતું. સાથે જ પોલીસે કહ્યું હતું કે, એએમયૂના ગેટને કોઈ સુરક્ષા એજન્સી દ્વારા નહોતો તોડવામાં આવ્યો. આ વીડિયો પણ તેની સાબિતી પુરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.