CM રૂપાણીએ 12 વાગ્યે બોલાવી કેબિનેટ બેઠક, બેઠકમાં માધવસિંહને અપાશે શ્રદ્વાંજલિ,જાહેર કર્યો એક દિવસનો, રાજકીય શોક

પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે. તેઓએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.

માધવસિંહ સોલંકીના નિધનને લઈને CM રૂપાણીએ કાર્યક્રમ રદ કર્યા છે અને લુણાવાડાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે. CM રૂપાણીએ 12 વાગ્યે કેબિનેટ બેઠક બોલાવી છે આ  કેબિનેટ બેઠકમાં માધવસિંહને શ્રદ્વાંજલિ અપાશે અને એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.

માધવસિંહ સોલંકીની સફર  
30 જૂલાઇ 1927ના રોજ માધવસિંહનો જન્મ થયો હતોમાધવસિંહ સોલંકી  ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે
1957માં મુંબઇના ધારાસભ્ય બન્યા હતા માધવસિંહ સોલંકી
ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા
૨૪ ડિસેમ્બર, ૧૯૭૬થી ૧૦ એપ્રિલ, ૧૯૭૭ સુધી મુખ્યમંત્રી રહ્યા
૭ જૂન, ૧૯૮૦થી ૧૦ માર્ચ, ૧૯૮૫ સુધી મુખ્યમંત્રી રહ્યા
૧૦ ડિસેમ્બર, ૧૯૮૯થી ૪ માર્ચ, ૧૯૯૦ સુધી મુખ્યમંત્રી રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માધવસિંહ સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.