ભારતમાં કોરોના મહામારી દરરોજ નવા નવા વિક્રમ રચતી હોય, તેમ દૈનિક કેસમાં વધુ ને વધુ આવી રહ્યા છે ઊછાળા

ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોનાના નવા કેસ ૯૦૦૦૦ને પાર થઈ ગયા હતા જ્યારે ૭૧૪નાં મોત નીપજ્યાં છે. આ સાથે કોરોનાના કુલ કેસ ૧.૨૩ કરોડને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક ૧.૬૪ લાખ થયો છે. બીજીબાજુ કોરોના સામેની લડતમાં રસીકરણ અભિયાન પણ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.

છેલ્લા છ મહિનામાં સૌથી વધુ કેસ છે. દેશમાં છેલ્લે ૨૦મી સપ્ટેમ્બરે ૨૪ કલાકમાં કોરોનાના ૯૨,૬૦૫ કેસ નોંધાયા હતા. એ જ રીતે શનિવારે ૨૪ કલાકમાં કોરોનાથી ૭૧૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. ૨૧મી ઓક્ટોબર પછી એક દિવસનો આ સૌથી મોટો મૃત્યુઆંક છે.

કોરોનાના કેસમાં સતત ૨૪મા દિવસે અસાધારણ ઉછાળો આવવાના પગલે એક્ટિવ કેસ પણ વધીને ૬,૫૮,૯૦૯ થયા છે, જે કુલ કેસના ૫.૩૨ ટકા છે. દેશમાં છેલ્લે ૧૨મી ફેબુ્રઆરીએ એક્ટિવ કેસ સૌથી ઓછા ૧,૩૫,૯૨૬ હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૬૯,૨૪૧ દર્દીઓ સાજા થયા છે. જોકે, રિકવરી રેટ ઘટીને ૯૩.૩૬ ટકા થયો છે.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી શરૃ થયેલા રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં કુલ 7.44 કરોડથી વધુ ડોઝ અપાયા છે, જેમાં ૧૨,૭૬,૧૯૧ રસી શુક્રવારે એક જ દિવસમાં અપાઈ હતી

કોરોનાના દૈનિક કુલ કેસમાંથી ૮૧.૪૨ ટકા કેસ આ રાજ્યોમાં નોંધાયા છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તિસગઢ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.

વધુમાં દેશમાં કુલ એક્ટિવ કેસમાંથી ૫૦ ટકા કેસ મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓ પૂણે, મુંબઈ, નાગપુર, થાને, નાસિક, ઔરંગાબાદ, અહેમદનગર અને નાંદેડમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક કેસમાં નવ ઘણો ઊછાળો આવ્યો છે અને એક્ટિવ કેસ છેલ્લા બે મહિનામાં સૌથી વધુ છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.