કેલિફોર્નિયાનો દાવાનળ બન્યો વિકરાળ, 10 લાખ એકરથી વધુ વનવિસ્તાર આગની ઝપેટમાં

700થી વધુ મકાનો સળગીને રાખ થયા, 4046 વર્ગ કિલોમીટરનું જંગલ સાફ

કેલિફોર્નિયાનાં જંગલોમાં ફેલાયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આ આગની ઝપેટમાં અત્યાર સુધીમાં જંગલોનો એક મિલિયન એટલે કે 10 લાખ એકરથી વધુ વિસ્તાર આવી ચૂક્યો છે અને 700થી વધુ ઘર, ઈમારતોનો ભોગ લેવાયો છે.

આ બધા વચ્ચે રવિવારે અને સોમવારે હવામાન  ખાતાએ ચેતવણી જાહેર કરી છે કે આગ વધુ ઝડપથી ફેલાઈ શકે છે જેનાથી કેલિફોર્નિયાના ફાયર વિભાગ પર વધુ દબાણ આવશે.

સાન ફ્રાન્સિસ્કોનાં કાંઠા વિસ્તારોમાં લાગેલી બે મોટી આગે ભારે તબાહી મચાવી છે તથા હાલના સમયની  બીજી અને ત્રીજી સૌથી મોટી આગની ઘટના બની છે.

કેલિફોર્નિયામાં આગ પર કાબુ મેળવવા માટે શનિવારે મોટી જાહેરાત કરવામાં આવી હતી જેનાથી હવે ફેડરલ ગવર્મેન્ટ પણ આગ બૂઝાવવામાં મદદ કરશે.

રાજ્યના ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે આ આગને ધીરા પવનો, ઠંડી અને ભેજવાળા હવામાનમાં કાબુમાં લેવાની સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ દિવસમાં ગરમી, સૂકું હવામાન અને આકાશી વીજળીના કારણે તમામ કોશિશો પર પાણી ફરી વળી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે ચેતવણી માટે રેડ કાર્ડ (red flag warning)  બહાર પાડ્યું છે. જે મુજબ કાંઠા વિસ્તારોમાં આ આગ વધુ ઝડપથી ફેલાઈ શકે છે. આ ચેતવણી રવિવાર સવારથી લઈને સોમવારે બપોર સુધી છે.

કેલિફોર્નિયાના જંગલોમાં આગની 585 ઘટનાઓમાં લગભગ 10 લાખ એકર જંગલ ભસ્મ થઈ ચૂક્યા છે. આ આગે લગભગ 4046 વર્ગ કિલોમીટરના જંગલને ખાક કરીને રાખી દીધા છે.

કેલિફોર્નિયામાં ફેલાયેલી આગે પાંચ જિંદગીનો ભોગ લઈ લીધો છે જ્યારે 700થી વધુ ઘર અને અન્ય ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આગને કારણે હજારો લોકોએ બેઘર થવું પડ્યું છે.

13,700 ફાયરકર્મી (Firefighters)ઓ આગ ઠારવામાં લાગ્યા છે. આ દરમિયાન નેશનલ ગાર્ડ, અમેરિકાની સેના સાથે અન્ય 10 રાજ્યો પણ હવાઈ મદદ મોકલી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.