સુરતમાં રાત્રિ કરફ્યુ અને જાહેરનામાના ઉડાવતી ઘટના સામે આવી છે રાત્રી કર્ફ્યુ વચ્ચે આગા તળાવ ખાતે બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાય ટપોરી તત્વોએ ઠુમકા મારવા સાથે ઘણી નોટોનો વરસાદ કર્યો.
અઠવા પોલીસ સ્ટેશનના થોડા જ અંતરે જન્મ દિવસની ઉજવણીના નામે થયેલા આ તાયફામાં આમાં કોવિડ ગાઈડલાન્સનાં ધજાગરા ઉડયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ ચારેબાજુ ચકચાર મચાવી હતી.
મળતી માહિતી પ્રમાણે કોરોના ને કારણે રાત્રી દરમિયાન કરફ્યુ જાહેર કરાયો છે. ગણેશોત્સવમાં કોવિડ ગાઇડલાઇન કડકાઇથી પાલન કરાવવા સાથે હાલમાં નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રીના ૧૨ વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જો કે પોલીસના આ જાહેરનામાનો કેટલાક અસામાજીક તત્વો જ સરેઆમ ભંગ કરી રહ્યા છે.
આ વિડિયો ભાગાતળાવ સિંધીવાડનો હોવાની ગુસપુસ..
આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિડીયો ભાગાતળાવ સિંધીવાડનો છે.પાંચેક દિવસ પહેલાં જ એક છોકરી ના જન્મદિવસ નિમિત્તે અહીં મોટા સ્ટેટ બાંધી સેલિબ્રેશન નો કાર્યક્રમ યોજાયો હતો વિડીયોમાં ઠુમકા મારતા સુકરી અને મીડી ગેંગના સભ્યો નજરે પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.