જીવન એક રંગમંચ છે અને આપણે બધા એક કઠપૂતળી છીએ. ફિલ્મ આનંદનો એક જાણીતો ડાયલોગ ગુજરાતમાંથી રાજસ્થાનના માઉન્ટ આબુ ફરવા આવેલા જગદીશ માટે હકીકત બની ગયો હતો. મિત્રોની સાથે નાચતો, હંસતો, ખિલખિલાટ જગદીશ થોડીક જ ક્ષણોમાં દુનિયાને અલવિદા કહીને ચાલ્યો ગયો અને તેની છેલ્લી ક્ષણ મોબાઇલમાં કેદ થઇને રહી ગયો હતો.
મૃતક જગદીશના મિત્ર યોગેશે રોતા રોતા જણાવ્યું કે, અમે સુરતથી 6 કપલ અંબાજી દર્શન કરવા આબુ આવ્યા હતા. અહીં અમારી પાસે ફરવા માટે બે દિવસ હતા, અમે સાંજે સાડા પાંચ વાગે હોટલમાં પહોંચ્યા, ત્યાં જગદીશની સાથે નાસ્તો કર્યો, ફ્રેશ થયા અને સાંજનું જમવા માટે નીકળ્યા હતા. રેસ્ટોરન્ટમાં જોયું તો હોટલમાં આજે ગરબાનો કાર્યક્રમ હતો, જેના કારણે અમે ગરબા રમવા માટે ત્યાં પહોંચી ગયા હતા.
હોટલમાં તમામ લોકો ગરબા રમી રહ્યા હતા. અમુક લોકો શાંતિથી બેસીને જોઇ રહ્યા હતા, ત્યારે અમારો મિત્ર ગરબા રમતા રમતા જમીન પર ફસડાઇ પડ્યો હતો, અમે તેને તાત્કાલિક ઉઠાવીને બાજુમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ડૉક્ટરોએ જગદીશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરે બહાર આવીને જણાવ્યું ત્યારે અમને ખબર પડી કે હવે અમારો મિત્ર અમારી વચ્ચે રહ્યો નથી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના સુરતમાંથી 6 મિત્રો પોતાના પરિવાર સાથે રવિવારે માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા. અગાઉ અમે અહીં પહોંચ્યા પહેલા અંબાજી શક્તિપીઠમાં દેવી અંબાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ અમે તમામ મિત્રો પોતાના પરિવાર સાથે માઉન્ટ આબુ પહોંચ્યા હતા.
અહીં અમારે બે દિવસ રોકાવાનું હતું. આબુમાં પહોંચીને અમે દિવસભર ફર્યા અને મોસમની જોરદાર મઝા માણી હતી. દિવસભર ફર્યા બાદ તમામ લોકો હોટલમાં પહોંચ્યા, જ્યાં પહેલેથી નવરાત્રિના ગરબા ચાલી રહ્યા હતા, એટલે અમે જમવાનું પછી વિચારીને ગરબા રમવાનું શરૂ કર્યું હતું.
હોટલમાં સાઉન્ડ સિસ્ટમ અને ગરબાની ધુન પર તમામ લોકો અહીં ગરબા રમવા લાગ્યા હતા. ઘણો સમય ગરબા રમ્યા અને મોજમસ્તી કર્યા બાદ અમારો મિત્ર જગદીશ ભાઇ એકદમ ધડામ કરતો જમીન પર પછાડાયો હતો. જગદીશ ભાઇ જમીન પર પછડાતા ત્યાં હાજર મહિલાઓ બૂમો પાડવા લાગી હતી, અમે તાત્કાલિક જગદીશને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં ડોક્ટરોએ અમારા મિત્રને મૃત જાહેર કર્યો હતો.
જગદીશના અચાનક આ રીતના મોતના કારણે અન્ય મિત્રોમાં માતમ છવાયો હતો. ઘટનાની જાણકારી મળતા માઉન્ટ આબુ પોલીસ હોસ્પિટલ પહોંચી અને ઘટનાની જાણકારી મેળવી હતી. પોલીસે મૃતદેહને મોર્ચરીમાં રાખ્યો હતો. હવે જગદીશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી પરિવારજનોને સોંપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.