શુ નવા ડેપ્યુટી CM બની શકે છે એકનાથ શિંદે???

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. દરમિયાન ભાજપ અને શિંદે જૂથે નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે સરકારની રચનાને ધ્યાનમાં રાખીને ‘કયા અને કેટલા મંત્રી પદો’ હશે તેના પર ભાજપ સાથે કોઈ ચર્ચા થઇ નથી અને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી બનશે.

તેમણે ટ્વીટ કર્યું કે ટૂંક સમયમાં આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે અને ત્યાં સુધી કૃપા કરીને મંત્રીની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ના કરો.તો બુધવારે સાંજે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી અને મુંબઈની તાજ હોટલમાં ભાજપના નેતાઓ નારા લગાવતા, મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી (BJP) મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે બુધવારે રાત્રે કહ્યું કે પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે હવે ભવિષ્યની કાર્યવાહી નક્કી કરશે અને રાજ્ય બીજેપી યુનિટે તેના તમામ ધારાસભ્યોને મુંબઈમાં ભેગા થવા માટે કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.