શું લોકડાઉન વગર ઓમિક્રોનને નિયંત્રણ કરી શકાય ? જાણો આફ્રિકાએ શું કીધું

ઓમિક્રોનને વિશ્ચભરમાં સંક્રમણ વધવાની સંભાવના વધારી દીધી છે.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનાં કેસોમાં લગભગ ૪૦૦% વધારો થયો..

દક્ષિણ આફ્રિકાના (SOUTH AFRICA) આરોગ્યપ્રધાન (HEALTH MINISTER JP FAHLA) જો ફાહલાએ કહ્યું છે કે દેશ ઓમિક્રોન વેરિઅન્ટ (OMICRON VARIANT) દ્નારા આવતી કોરોનાની ચોથી લહેરના પગલે દિવસેને દિવસે નિયમો કડક (STRICT RULES) કરવામાં આવી રહ્યા છે. તેમણે નાગરિકોને પ્રોટોકોલનું (PROTOCOL) પાલન કરવા અને સંપુર્ણ રસીકરણ (VACCINATION) કરાવવા વિનંતી કરી છે.

ફાહલાએ કહ્યું – અમે ઓમિક્રોનને મૂળભૂત સાધનોથી મેનેજ કરી રહ્યા છીએ. છે આપણે બધા જાણીએ છીએ જણાવી દઈએ કે ઓમિક્રોન જેણે વિશ્વભરમાં સંગ્રહણ વધવાની સંભાવના વધારી દીધી છે. શુક્રવારે એક મીડિયા બ્રિફિંગ દરમિયાન તેમણે કહ્યું , અમે હજુ પણ કડક નિર્ણય એ રીતે લઈ શકીએ છીએ કે સરકારે કડક નિયંત્રણો લાદવા ની જરૂર ન પડે. આ શક્ય છે જો આપણે તમામ સુરક્ષા પગલાની અમારી મૂળભૂત ફરજો પૂરી કરી એ તમામ રસીકરણ સંપૂર્ણપણે મેળવે.

દક્ષિણ આફ્રિકામાં નવા કોવિડ – ૧૯ કેસ નવેમ્બરના મધ્યમાં દરરોજ લગભગ ૨૦૦ થી વધીને શુક્રવારે ૧૬,૦૦૦થી વધુ થઈ ગયા છે. ઓમિક્રોન વેરિઅન્ટમાં ૫૦થી વધુ મ્યુટેશન છે અને વૈજ્ઞાનિકોએ તેને વાયરસની ઝડપમાં મોટી છલાંગ ગણાવી છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું સમગ્ર દેશમાં ચેપનાં ઝડપથી વધી રહેલાં દર વચ્ચે કડક લોકડાઉન લાદી શકાય ? આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો કે આગામી સપ્તાહમાં આ અંગે બેઠક યોજવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.