કેનેડામાં પંજાબી સિંગર એ. પી. ઢિલ્લોનના ઘરની બહાર ગોળીબાર કરનારની ધરપકડ, આ ગેંગનો હાથ…

Canada AP Dhillon News : સિંગર એ.પી.ઢિલ્લોનના ઘરે ફાયરિંગ કરનાર વ્યક્તિની પોલીસ દ્વારા કરાઇ ધરપકડ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર આ ફાયરિંગની લીધી હતી જવાબદારી

Canada AP Dhillon News : કેનેડામાં સિંગર એ.પી.ઢિલ્લોનના ઘરે ફાયરિંગ કરનાર વ્યક્તિની ત્યાંની પોલીસે ધરપકડ કરી લીધી છે. નોંધનિય છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર આ ફાયરિંગની જવાબદારી લીધી હતી. તમને જણાવી દઈએ કે, એપી ધિલ્લોનનું ઘર કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વેનકુવરમાં છે.

શું હતી સમગ્ર ઘટના ?

વાસ્તવમાં 30 ઓક્ટોબરના રોજ કેનેડિયન પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કેનેડાના મેનિટોબા પ્રાંતના વિનીપેગ શહેરના રહેવાસી અબજીત કિંગરા (25) તરીકે થઈ છે. બેદરકારીપૂર્વક બંદૂક ચલાવવાની સાથે અબજીત પર કોલવુડમાં બે વાહનોને આગ લગાડવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અબજીત કિંગરાની ઓન્ટારિયોમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર કરી હતી પોસ્ટ

અગાઉ 1 સપ્ટેમ્બર, 2024ના રોજ ‘બ્રાઉન મુંડે…’, ‘સમર હાઈ…’ ફેમ સિંગર એ.પી.ઢિલ્લોનના ઘરની બહાર ગોળીબાર થયો હતો. સિંગરનું ઘર કેનેડાના વાનકુવરમાં છે. આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. હુમલાખોરોએ સિંગર ધિલ્લોનના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈ ગેંગે વાયરલ પોસ્ટ દ્વારા તેની જવાબદારી લીધી હતી. હકીકતમાં ફેસબુક પર એક વાયરલ પોસ્ટમાં કેનેડામાં એપી ધિલ્લોનના ઘરની બહાર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈની ગેંગના રોહિત ગોદારાએ લીધી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો.

રોહિત ગોદરાએ લીધી જવાબદારી

ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યું હતું, બધા ભાઈઓને રામ રામ જી. 1 સપ્ટેમ્બરની રાત્રે અમે કેનેડામાં બે સ્થળોએ ગોળીબાર કર્યો, જેમાંથી એક વિક્ટોરિયા આઇલેન્ડ અને વુડબ્રિજ ટોરોન્ટો છે. હું, રોહિત ગોદારા (લૌરેશ બિશ્નોઈ ગ્રુપ) આની જવાબદારી લઈએ છીએ. પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘વિક્ટોરિયા આઇલેન્ડમાં આવેલ ઘર એ.પી.ઢિલ્લોનનું છે. તમે લોકો જે અંડરવર્લ્ડ જીવનની નકલ કરો છો, અમે ખરેખર તે જીવન જીવી રહ્યા છીએ. તમારી મર્યાદામાં રહો નહીંતર તમે કૂતરાના મોતે મરશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.