કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે,મહામારીની વિરુદ્ધ કેનેડાની લડાઈમાં માઈલ પત્થર

કેનેડાએ બુધવારે 12 વર્ષના બાળકોના રસીકરણ માટે ફાઈઝર- બાયોએનટેકની કોરોના રસીને મંજૂરી આપી દીધી છે. કેનેડા આવું કરનારો પહેલો દેશ બન્યો છે. મોટા ભાગના દેશોમાં વયસ્કોને કોરોનાની રસી લગાવવામાં આવી રહી છે.

કેનેડાના ચીફ મેડિકલ એડવાઈઝર સુપ્રિય શર્માએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યુ કેનેડામાં આ પહેલી રસી છે. જેમાં બાળકોને કોરોનાથી બચવા માટે મંજુરી આપવામાં આવી છે અને આ મહામારીની વિરુદ્ધ કેનેડાની લડાઈમાં માઈલ પત્થર છે

મનાઈ રહ્યુ છે કે અમેરિકા પણ આવનારા અઠવાડિયા સુધી 12-15 વર્ષ સુધીના બાળકો માટે આ રસીને મંજૂરી મળી શકે છે.

કેનેડાના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે જે બાળકોને આ રસી લગાવવામાં આવી તેમાં કોઈ પણ સંક્રમિત નથી જોવા મળ્યા.  વયસ્કોમાં આ રસી સંક્રમણથી બચવામાં 90 ટકાથી વધારે અસરકારક જોવા મળ્યા છે.

ફાઈઝરની રસીને કેનેડામાં ડિસેમ્બરમાં 16 અથવા તેનાતી વધારે ઉંમરના લોકોને આપવાની મંજૂરી મળી છે. કેનેડામાં એસ્ટ્રાજેનેકા, જોનસન એન્ડ જોનસન અને મોડેરના જેવી રસીને મંજૂરી મળી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.