આણંદના બોરસદના પામોલ ગામની પરિણીત યુવતીની કેનેડાના ટોરેન્ટો શહેરમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે મૃતક યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ મૃતક યુવતીના પિયરિયાએ સાસરિયા સામે હત્યાનો આક્ષેપ કર્યો છે. મૃતક યુવતી હીરલના લગ્ન વર્ષ 2013માં આંકલાવના ખલોડ ગામના કેનેડામાં રહેતા રાકેશ પટેલ સાથે થયા હતા. ત્યારબાદ હિરલ પતિ સાથે કેનેડા ગઈ હતી.
બે વર્ષ સુધી હિરલ અને રાકેશનું લગ્નજીવન સારું ચાલ્યું. પરંતુ છેલ્લા એક વર્ષથી પરિસ્થિતિ વણસી હતી અને રાકેશ હિરલને છૂટાછેડા આપવાનું દબાણ કરતો હતો. જો કે ગત શનિવારે હિરલ હોસ્પિટલમાં નોકરી પરથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ગુમ થઇ હતી. કેનેડામાં જ રહેતા હિરલના ભાઈ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી અને હિરલના પતિ રાકેશને પણ જાણ કરવામાં આવી હતી.
જો કે રાકેશે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી હિરલના ભાઈએ સમગ્ર બનાવની પોલીસને જાણ કરી હતી. ટોરેન્ટો પોલીસે હિરલના મિસિંગ ન્યુઝ વેબસાઈડ પર અપલોડ કર્યા હતા. જો કે હિરલની અકસ્માતમાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને પગલે હિરલના પરિવારજનોએ હિરલની હત્યાનો આક્ષેપ સાસરિયા સામે કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.